________________
જે જીવો સંજ્ઞી કે અસંજ્ઞી છે તે ખરાબ આચારવાળા મિથ્યાત્વી છે. તે મિથ્યા દર્શનવાળા પણ છે. નિત્ય તે ઘોર વ્યાપાતના ચિત્ત કરી, જેમ કે - પ્રાણાતિપાતથી મિથ્યા દર્શન શલ્ય સુધી પોતાના મનને પીડા કરે છે. તેથી ભગવાને ભાખ્યું છે તે સંયમવિનાના, વિરતિવિનાના, પાપકર્મોના - પચ્ચખાન ન કરવાથી પરાજીત ન થયેલાં, પોતાનાં કૃત્યોથી, અસંયમી, વ્રતહીન, કૂર, મૂઢ, અને ગાઢ ઊંઘમાં છે. તે મૂર્ખા, વિચારવિના મન, વચન, કાયાની વક્રતા સ્વપ્ન પણ ન જોતાં પાપકર્મો કરે જાય છે.
૭૫૩. પ્રતિવાદી કહે છે - શું કરવાથી, કરાવવાથી, અને કેમ કરી અસંયમી,
અવિરતિ, પાપકર્મો કરવાનું પચ્ચખાન ન કરી ન પસ્તાતો થાય? આચાર્ય બોલ્યા:- તેથી ભગવાને જ જીવ નિકાયોનો હેતુ પ્રરૂપ્યો છે જેમ કે - પૃથ્વીકાયાથી ને ત્રસકાયાના જીવો સુધી, જ્યારે કોઈ કહે કે મને દુઃખ થાય છે તે દંડાથી, હાડકાંથી, મુઠીથી, ટૅફાથી, કવલાથી, નળિયાથી, ઈજા કરવા, ઉદ્વેગ કરાવવા, કેશ ખેંચી કાઢવા, આમ દુ:ખ અને હિંસાથી ભય કરાવે છે. તેથી જ સમજ કે, સર્વે જીવો, સર્વે સત્તા, દંડાથી, તે નળિયા સુધી ઈજા કરવા, મારવા, ધમકી આપવા, તાડન કરવા, ઉગ કરાવવા, કેશ ખેંચી કાઢવા સુધી, હિંસાનું દુઃખ અને ભયનું સંવેદન કરવું પડે તે જાણી, સર્વે જીવો, સર્વે સત્તાઓને ન હણ, ઉદ્વેગ ન કરાવે, આ ધર્મ છે નિત્ય શાશ્વત કે જે આ લોકે ક્ષેત્ર (જાણકારે) પ્રરૂપ્યો છે. તેથી તે ભિક્ષુ વિરત થાય છે, પ્રાણાતિપાતથી તે - મિથ્યા દર્શન શલ્ય સુધી. તે ભિક્ષુ દાતણથી દાંત સાફ ન કરે અને અંજન, વમન, રેચન; ધૂમ્રપાન ન કરે. તે ભિક્ષુ અક્રિયાથી અહિંસક થાય. ક્રોધ ન કરે, માન ન કરે, અને લોભ પણ ન કરે. ઉપશાંત થઈ નિવૃત્તિ લે. આને જ ભગવાને કહ્યું છે - સંયમ, વિરતિ, કરી પાપકર્મોને પચ્ચખાનથી પરાજીત કરે. તે શ્રેષ્ઠ પંડિત ક્રિયા ન કરી ગુણવાન થાય.
આમ હું કહું છું. અધ્યાય ચોથો સમાપ્ત.
121