________________
૭૪૯. ત્યારે પ્રજ્ઞાપકે તે વાદીને જવાબ આપ્યો જે મેં પહેલાં કહ્યુંઃ મનમાં પાપ
ન હોવાથી, વાણીમાં પાપ ન થવાથી, કાયાથી પાપ ન કરવાથી, હિંસા ન કરતો, મનથી ન ધારતો, અવિચારે મન, વચન અને કાયાની વક્રતા સ્વપ્નમાં પણ ન જોતાં, તે પાપી કૃત્યો કરે છે, તે બરાબર છે. તેનો હેતુ શું? ત્યારે આચાર્ય બોલ્યા - ત્યારે ભગવાને જ જીવ નિકાયોનો હેતુ કહ્યો છે. તે પૃથ્વીકાયથી માંડી, ત્રસકાય જીવો સુધીનો. આ છએ જીવ નિકાયો વિષે આત્મા પાપકર્મો ત્યાગવાનો પચ્ચખાન ન કરી, પસ્તાયો નથી, તે હંમેશાં તેનું ચિત્ત, તીવ્ર વ્યાપાતથી, પ્રાણાતિપાતથી તે પરિગ્રહ કરવા સુધી અને ક્રોધથી મિથ્યા દર્શનના શલ્ય સુધી, વ્યથામાં રહે છે. આચાર્યે કહ્યું તેથી ભગવાને ખૂની માણસનું દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ ખૂની માણસ વધ કરવા માંગે છે; ગૃહપતિનો કે તેના પુત્રનો, રાજાનો કે રાજપુરૂષનો, ક્ષણ મળતાં જ હું પ્રવેશ કરીશ, ક્ષણ મળતાં જ હું તેને પ્રહાર કરી મારી નાંખીશ. આમ ઊંઘમાં કે જાગૃત અવસ્થામાં વેરી થઈ મિથ્યાત્વથી ભરાઈ, નિત્ય ઘોર વ્યાપાતના ચિત્તથી પીડાય છે? આ તે જાગૃતિ માંજ હે પ્રાવાદિક! જાગૃતિમાં જ ખૂન કરે છે. આચાર્ય બોલ્યા:જેમ તે વધકાર ત્યાં ગૃહપતિ કે તેનો પુત્ર, કે રાજા કે તેનો પુરૂષ, ક્ષણ મળે ત્યારે હું પ્રવેશ કરી, ક્ષણ મળે ત્યારે, પ્રહાર કરી વધ કરીશ. દિનરાત, ઊંઘમાં કે જાગૃતિમાં વેરથી મિથ્યાત્વથી ભરેલો નિત્ય ઘોર વ્યાપાતથી ચિંતા કરી પીડાય છે. તે જ રીતે કોઈ મૂઢ માણસ, સર્વ જીવતા પ્રાણીયો માટે દિનરાત, ઊંઘમાં કે જાગૃતિમાં વેરથી મિથ્યાત્વી નિત્ય ઘોર વ્યાપાતના ચિત્તે પીડાય છે, તે સર્વે પ્રાણાતિપાતથી પરિગ્રહ સુધી, તેથી જ ભગવાન કહે છે કે, તે અસંયમી, વિરતિ વિનાનો, પાપકર્મો ન કરવાનું પચ્ચખાન ન લઈ ન પસ્તાતો, ક્રિયા કરતો, સારા સંયમ વિનાનો, બહુ જૂર, બહુ ઘેનમાં છે. આ માણસ વિચારહીન મન, વચન, કાયાની વક્રતા
115,