________________
અધ્યાય ચોથો “પચ્ચખાન વિશે”
૭૪૭. હે આયુષ્માન! મને સાંભળ, ભગવાને આમ કહ્યું છે - આ છે પચ્ચખાન
ક્રિયા નામે અધ્યાય, તેનું પ્રયોજન આમ છે - આત્મા પચ્ચખાન વિનાનો પણ હોય, તે અક્રિયા કુશળ પણ હોય, તે મિથ્યાત્વે પણ ભરાયેલો હોય, તે શિક્ષા કરવામાં કુશળ હોય, તે બિલકુલ મૂર્ખ પણ હોય, તે સાવ ઘોર ઊંઘમાં પણ હોય, આત્મા, મન, વચન અને કાયાથી અવિચારે વક્ર પણ હોય, આત્મા પાપકર્મોનું પચ્ચખાન ન કરી પરાજીત ન થયો હોય, તેથી ભગવાને ભાખ્યું છે કે તે સંયમ વિનાનો, વિરતિ વિનાનો અને પાપકર્મો કરવાથી પાછો ન હઠેલો, પોતાની ક્રિયા કરતાં વ્રતરહિત, ઘણો જ હિંસક, ઘણો જ મૂર્ખ અને ઘણો જ ઊંઘતો, તેવો તે મૂઢ, પોતાની અવિચારી મન, વચન, કાયાથી વક્રતા સ્વપ્નમાં પણ જોયા વિના પાપકર્મો કરે જાય છે.
૭૪૮. ત્યારે સામોવાદી પ્રજ્ઞાપકને કહે છે - શુદ્ધ મનમાં પાપ નથી, શુદ્ધ
વાણીમાં પાપ નથી, શુદ્ધ કાયા એ પણ પાપી નથી, તે અહિંસક, જેના મનમાં કશુંએ નથી, જે મન, વચન અને કાયાની વક્રતાના વિચાર વિનાનો છે. તે સ્વપ્નમાં પણ પાપકર્મો કરતો નથી. તેનો હેતુ શું છે? તે વાદી ફરી બોલ્યો - અન્ય રીતે મન પાપી થાય તો મનવૃત્તિથી તે પાપ કરે છે. અન્ય રીતે વાણીથી પાપ થાય તો તે વાણીની વૃત્તિએ પાપ કરે છે. અન્ય રીતે કાયા પાપી થાય તો, કાયાની વૃત્તિએ તે પાપકર્મો કરે છે. હણે છે, મનમાં ધારે છે, અને વિચારથી મન, વચન, કાયાની વક્રતા સ્વપ્નમાં પણ જોતો તે આવા ગુણોથી પણ પાપકર્મી છે. ફરી તે વાદી કહે છે - તેથી જે આમ કહે છેઃ મનમાં પાપ ન હોવાથી વાણીથી પાપી ન બોલવાથી કે કાયાથી પાપી કૃત્યો ન કરવાથી, હિંસા ન કરતો, મનમાં ન ધારતો કે કાયા વડે પાપ ન કરતો, તે મન, વચન, કાયાની વક્રતાનો વિચાર ન કરતો, સ્વપ્નમાં પણ ન જોતો પાપકર્મો કરે છે. જે આમ કહે છે તે મિથ્યા કહે છે.
113.