________________
સ્વપ્ને પણ જોતો નથી અને પાપી કૃત્યો કરે જાય છે.
જેમ તે ખૂની માણસ ત્યાં ગૃહપતિ કે તેનો પુત્ર, કે રાજા કે તેના પુરૂષની જેમ પ્રત્યેક જીવ માટે ચિત્તે પીડાતો, દિનરાત, ઊંઘમાં કે જાગૃત અવસ્થામાં વેરથી દુષ્ટ વિચારોથી નિત્ય ઘોર વ્યાપાતના ચિત્તે પીડાય છે, તેવી જ રીતે તે મૂઢ, સર્વ જીવો, સર્વ સત્તાઓ વિષે સરખાજ ચિત્તે વ્યાપાત કરી પીડાય છે, દિનરાત, સૂતાં કે જાગૃત અવસ્થામાં વેરીની માફક દુષ્ટ વિચારોથી પીડાય છે.
૭૫૦. હે પ્રાવાદિક ! આ અર્થ બરાબર છે ને ? અહીં ઘણા જીવો કે જે શરીર છોડી ગયાથી, જોયા નથી સાંભળ્યાં નથી, માન્યાં નથી કે જાણ્યાં નથી, તે માટે પ્રત્યેકે પ્રત્યેકને સરખી રીતે ચિત્ત આપી દિન અને રાત, સૂતાં કે જાગૃત અવસ્થામાં વેરથી દુષ્ટ વિચારોથી દિલને દંડે છે, તે પ્રાણાતિપાતથી તે મિથ્યા દર્શન શલ્ય સુધી આમ પીડાય છે.
૭૫૧. આચાર્યે કહ્યું ઃ- તે માટે ભગવાને બે દ્રષ્ટાંત પ્રરૂપેલાં છે જેમ કે સંશી અને અસંજ્ઞી દ્રષ્ટિવાળા જીવોનાઃ
(૧) તે સંજ્ઞી દ્રષ્ટાંત તે કેવું ? સંજ્ઞી દ્રષ્ટાંત છે તે પ્રાણીઓ વિષે કે જેમને સંજ્ઞા છે, આ છ જીવ નિકાયોમાં. જેમ કેઃ- પૃથ્વીકાયથી તે ત્રસકાય સુધી. તે પૃથ્વીકાયના જીવોથી કૃત્યો ક૨શે અને કરાવશે તો પણ તેમ થતું નથી. તે અહીં જ પૃથ્વીકાયના જીવોથી કૃત્યો કરે છે અને કરાવે છે તેથી પૃથ્વીકાયના જીવોથી તે સંયમ વિનાનો, વિરતિ વિનાનો, તે પાપકર્મો ન કરવાનું પચ્ચખાન ન ક૨વાથી ન હારેલો, થાય છે. આ પ્રમાણે ત્રસ જીવો વિષે પણ જાણવું અને પ્રવેદવું.
પોતે તે છએ જીવ નિકાયો વડે કૃત્યો કરે છે અને કરાવે છે, તે આમ થાય છે. ભલે હું છ જીવ નિકાયોથી કૃત્યો કરૂં ને કરાવું છતાં તેમ નથી થતું. અહિંજ છ જીવ નિકાયોથી કાર્ય કરાવે તો પણ તે અર્થે અસંયમી, અવિરત, પારકર્મોનું પચ્ચખાન ન કરી ન હારેલો તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી. આને ભગવાન કહે
117