________________
હિંસા દંડ તે સાવર્જ કહ્યો છે. આ થયું ત્રીજો હિસા દંડ વૃત્તિનું સમાધાન એમ કહ્યું છે.
૬૯૮. (૧) ચોથું દંડ સમાદાન અકસ્માત દંડ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ
ભેજવાળી જગ્યાએ કે વનમાંના કિલ્લામાં, શિકાર કરી કોઈ જાનવરને મારવા જાય છે, તે જ સંકલ્પથી તે જાય છે. જાનવરનો ઉપયોગ કરવા, જાનવરને મારવા, જાય છે. જાનવર જાણી અન્ય જીવને હણે છે, તે બાણ છોડીને હણે છે. તે જાનવરને મારીશ એમ ધારી તિત્તર, વર્ધક, ચંડક, લાવક, કપોત, વાંદરું કે કપિંજલનો વધ કરે છે. આથી તે એકને અર્થે બીજા જીવને મારે છે. આમ થાય અકસ્માત દંડ વડે.
(૨) કોઈ માણસ શાળી, ડાંગર, કોદરા, કાંગ, બંટી, રાલ, લેવાના
અર્થે અન્યતર તૃણ પોતાના શસ્ત્ર વડે કાપે છે. તેથી તે શામક, મદનક, મુકુંદક, ઉગતી ડાંગર, કાલે સુત, તૃણ કાપીશ એમ કરી તે શાલી કે ડાંગર, કે કોદરા, કે કાંગ, કે પરગ કે રાલય છેદે છે. આમ તે એકને અર્થે બીજાને અકસ્માતથી કાપે છે. તેથી આ જાતનું કૃત્ય સાવર્જ કહ્યું છે. આ છે ચોથું અકસ્માત દંડ વૃત્તિનું કર્મ
૬૯૯. (૧)
હવે પાંચમો દંડ સમાદાન તે દૃષ્ટિ વિપર્યાસ નામે થાય છે. કોઈ પુરૂષ માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, પુત્રવધુ સાથે, સહવાસ કરે છે. તે મિત્રને વેરી માની તેને હણે છે. આમ દૃષ્ટિ વિપર્યાસ દંડ થાય છે.
(૨) કોઈ માણસ ગામનો ઘાત કરવા, નગરનો ઘાત કરવા, નાનું ગામ કે મંડપનો ઘાત કરવા, દ્રોણ મુખનો ઘાત કરવા, પાટણનો
47