________________
૭૦૩. હવે નવમું ક્રિયાસ્થાન તે માનવૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ જાતિ મદ,
કુળનો મદ, બળનો મદ, રૂપનો મદ, તપનો મદ, મૃતનો મદ, લાભનો મદ, ઐશ્વર્યનો મદ, પ્રજ્ઞાનો મદ, કે અન્યતર મદ સ્થાનેથી મદ કરતો, બીજાની નિંદા કરે છે, હેલણા કરે છે, ખીજવે છે, પરાજીત કરે છે, અપમાન કરે છે, બીજી રીતે પોતાને ઉચ્ચમાની ગર્વ કરે છે. કર્માધીન થઈ દેહ છોડી અવશ થઈ જાય છે. જેમ કે - એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મથી બીજા જન્મ, એક મરણથી બીજા મરણે, એક નરકેથી બીજા નરકમાં. તે દૂર, હઠીલો, ચપળ અને ગર્વિષ્ટ થાય છે. તે જાતનાં કર્મો સાવર્જ કહ્યાં છે. આ નવમું માનવૃત્તિનું ક્રિયાસ્થાન, કહ્યું છે.
૭૦૪.હવે દસમું ક્રિયાસ્થાન તે મિત્રદોષ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ માતા,
પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, કે વહુ સાથે રહે છે. તે તેમને નાનકડા અપરાધ માટે જબરી શિક્ષા કરે છે. જેમ કે:- શરીરને બહુ જ ઠંડા પાણીમાં બોળવું કે ડૂબાડવું, અથવા ઘણું જ ગરમ પાણી તેના શરીર ઉપર છાંટવું, સિંચવું. અનિથી કાયાને, દઝાડવી, તે તેને જોડાથી, દંડાથી, નેતરથી, ચામડાથી કે ચાબુકથી, લતા વડે, તેનાં પાસાંપર ઘણા જોરથી મારે છે. અથવા દંડા વડે, હાડકાં વડે, મૂઠ્ઠી વડે, ઢેફાથી, નળિયાથી, શરીર ઉપર મારે કે જેથી તેને છોલે કે સોજો લાવે, તેથી તે પુરૂષ ઘેર હોય ત્યારે, બધા દુઃખી થાય છે. જ્યારે તે બહાર જાય ત્યારે સર્વે રાજી ખુશી થાય છે. તે જાતનો માણસ દંડ ધારે છે, ભારે દંડ કરે છે, શિક્ષાનો પુરસ્કાર કરે છે, અહિત કરે છે. તે પરલોકે પણ અહિત કરે છે. તે ક્રોધથી ઘણો જ ગુસ્સો કરે છે. પીઠપાછળ ચુગલી કરે છે તેથી તે પ્રકારનાં કર્મો સાવજે કહ્યાં છે. આ છે દસમું મિત્ર દોષ વૃત્તિનું ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
૭૦૫. આ પ્રમાણે હવે અગિયારમું ક્રિયાસ્થાન માયાવૃત્તિનું કહ્યું છે. અહીં જે ગૂઢ
આચારવાળા છે તે કાળાં કૃત્યો કરે છે. તે ઘુવડના પાંખની જેમ હલકાં, પર્વતની જેમ ભારે હોય છે. તે આર્ય હોઈ અનાર્ય ભાષાઓ બોલે છે. પોતે