________________
તારક કહેવરાવે છે.
૭૧૮. તે સર્વે પ્રાવાદિકો પોતપોતાના ધર્મોના સંસ્થાપક છે. તે વિવિધ છંદોના,
વિવિધ શીલના, વિવિધ દૃષ્ટિઓના, વિવિધ રૂચિના, અનેક આરંભો કરતાં, અનેક અધ્યવસાય યુક્ત, એક સાથે મળી મંડળી કરે છે. સર્વે સાથે ઊભા રહે છે. એક પુરૂષ શાકનું પાત્ર અંગારાથી પૂર્ણ ભરી લોઢાની સાણશીએ ઊંચકી તે સર્વે પ્રાવાદિકો કે જે પોતાના ધર્મના આદિકરો છે, અને ઉદ્યોગો કરે છે, તેમને ઉદ્દેશીને કહે છે - હે ધર્મના આદિકરો પ્રાવાદિકો! ઘણા ઉદ્યોગ, આ શાકનું પાત્ર જે અંગારાથી પરિપૂર્ણ ભરેલું છે તેને પોતાના હાથે ગ્રહણ કરો. એક જ મુહૂર્ત સુધી. સાણશી ન લેવી, અગ્નિ ન બુઝાવવો, કોઈ પણ ધાર્મિક વેચાવચ્ચ ન કરે, ન પરધર્મી વેચાવચ્ચ કરે. સરળતાથી આ યજ્ઞના અગ્નિના પાત્રને, માયાવિના હાથ આગળ ધરો. આમ કહી તે અંગારાથી પરિપૂર્ણ પાત્ર, લોઢાની સાણશીએ પકડી સામે ધર્યું ત્યારે તે સર્વે પ્રાવાદિકોએ પોતપોતાના હાથ ખેંચી લીધા. ત્યારે તે પુરૂષ તે સર્વે પ્રાવાહિકોને બોલ્યો - હે વિવિધ ધર્મના સંસ્થાપકો! વિવિધ ઉદ્યોગોથી યુક્ત, તમે તમારા હાથ પાછા કેમ કરી ખેંચી લીધા? હાથ દાઝે નહિ, તે માટે ને? હાથ દાઝે તો શું થાય? દુઃખ? દુઃખ માની હાથ પાછા ખેચ્યાં ને? આજ તોલ છે, આજ પ્રમાણ છે, આ સમોસરણમાં. આ તોલ છે પ્રત્યેક માટે પ્રમાણ છે. પ્રત્યેક માટે, આ સમોસરણમાં.
૭૧૯. ત્યાં જે શ્રમણ માહણો આમ કહે છે કે પ્રરૂપે છે:- સર્વે પ્રાણો, સર્વે જીવો,
સર્વે સત્તા, હણવા જોઈએ, દુઃખી કરવા જોઈએ, ઘેરવા જોઈએ, તેમને પરિતાપ કરવો જોઈએ. અને ઉદ્રવ કરવો જોઈએ.