________________
વિવિધ પ્રકારનાં ત્રસ સ્થાવર જીવોનાં શરીરો, તે સર્વેને અચિત્ત કરી, સર્વનાશ કરી, પહેલાં ત્વચાનો આહાર કરી રહેલાં શરીરોનો આહાર કરી પોતાનાં શરીરોમાં ફેરવી નાંખે છે. આમ તે સર્વનો આહાર કરે છે.
હવે તે વૃક્ષ યોનીઓનાં વૃક્ષોનાં શરીરો વિવિધ વર્ણના, ગંધના, રસોના, સ્પર્શોના હોઈ અનેક ઠેકાણે સંસ્થાપિત થએલાં હોય છે, અને વિવિધ પ્રકારનાં શરીરોના રૂપે વર્તાય છે, તે જીવો કર્મો વડે થાય છે, એમ કહ્યું છે.
(૩) આમ પૂર્વે કહ્યું છે, આ ગતિઓ છે વૃક્ષ યોનિઓના સત્તાની, વૃક્ષોમાં થતી, વૃક્ષોમાં ઊગેલી, તે યોનીઓ ત્યાં હોય છે તે કર્મોવડે કર્મના કારણે ત્યાં વધે છે, વૃક્ષ યોનિઓનાં વૃક્ષોમાં વૃક્ષ રૂપે વર્તાય છે, તે જીવો ત્યાં વૃક્ષ યોનિઓનાં વૃક્ષોનો સત્ત્વ ખાય છે. તે ખાય છે શરીરો પૃથ્વી યોનિઓનાં, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ સ્થાવર જીવોનાં, તે શરીરોને અચિત્ત કરે છે, ત્વચા અને શરીરનો સર્વનાશ કરી, પોતાનાં શરીરોમાં ફેરવી નાંખે છે. હવે તે પૃથ્વી યોનિઓનાં - વૃક્ષોનાં શરીરો વિવિધ વર્ણ, ગંધ, વિવિધ રસ, વિવિધ સ્પર્શના હોય છે, તે જીવો પોતપોતાનાં કર્મો કરી ત્યાં વર્તાય છે.
(૪) આ પ્રમાણે કહેલું છેઃ- આ ગતિઓ છે વૃક્ષ યોનિઓની, વૃક્ષે ઉપજતી, વૃક્ષોમાં વધતી, તેની યોનિઓ ત્યાં ઉપજે છે, પોતપોતાનાં કર્મ વડે, કર્મના કારણે ત્યાં આવે છે. વૃક્ષ યોનિઓમાંનાં વૃક્ષોમાં, મૂળ રૂપે, કંદ રૂપે, ડાળીઓ રૂપે, કૂંપળ રૂપે, પાંદડાં રૂપે, ફળ રૂપે અને બીજ રૂપે ઉપજે છે. તે જીવો ત્યાં વૃક્ષ યોનિનાં વૃક્ષોનો સત્ત્વ ચૂસે છે. તે જીવો પૃથ્વી શરીરનું ખાણું ખાય છે. પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવોને અચિત્ત કરી સર્વનાશ કરે છે. તે ત્વચાથી માંડી સર્વ શરીરનો નાશ કરી પોતાના શરીરમાં ફેરવે છે. હવે તે વૃક્ષ યોનિના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, કૂંપળો, પાંદડાંથી,
91