________________
૭૩૭. પૂર્વે આમ કહ્યું છે - વિવિધ પ્રકારના આકાશે ઊડતાં તિર્યંચ પંચેંદ્રિય
યોનિઓના જીવો, જેમ કે - ચર્મપંખીઓ, લોમપંખીઓ, સમુગ્રપંખીઓ, વિતતપંખીઓ, તેમને જ યોગ્ય બી અને યોગ્ય સમયે સ્ત્રી પુરૂષ સાથે ક્રીડા કરે છે તે મૈથુન વૃત્તિ કહેવાય છે. રહેલું ઉરપરિસર્પની જેમ જાણવું. તે જીવો નાના હોય ત્યારે માની ઉષ્ણતા (ગરમી)નો ઉપયોગ કરે છે, તેમ ઉછરે છે. જેમ વધે છે તેમ વનસ્પતિકાય અને ત્રણ સ્થાવર જીવોને ખાય છે. તેમનાં શરીરોનો નાશ કરી પોતાના શરીરમાં ફેરવી નાંખે છે. આમ
જ્યાં સુધી પૃથ્વીનાં શરીરો છે ત્યાં સુધી. હવે તે નાના પ્રકારના ખગચર પંચેંદ્રિય તિર્યંચ યોનિઓનાં શરીરો (ચર્મ આદિ પંખીઓનાં) વિવિધ રંગનાં હોય છે એમ કહ્યું છે.
૭૩૮. પૂર્વે આમ કહ્યું છે - આ ગતિઓના જીવો, અનેક જાતની યોનિઓના,
નાના પ્રકારે સંભવે છે, તે અનેક જાતના થાય છે, તે જ યોનિઓમાં ત્યાં ઉપજે છે, ત્યાં થવું તે તેમનાં જ કર્મોને, લીધે હોય છે. વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર શરીરો પર સચિત્તમાં કે અચિત્તમાં વળગી રહે છે. તે જીવો ત્યાં અનેક જાતના ત્રસ સ્થાવર પ્રાણો પર તેમનાં સત્ત્વોનો આહાર કરે છે. તે જીવો જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી ખાય છે, તે જીવોના સત્ત્વો. હવે તે ત્રણ સ્થાવર યોનિઓના જીવો ઉપર વળગેલાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. આમ દુરૂપ હોવાથી, તે ખંજવાળ કરાવે છે, તે જીવો જાનવરની ચામડીમાં, ગુહ્ય ભાગ કે જગ્યામાં ઉપજે છે. તે નાના જીવો ગંદકીમાં વર્તે છે. આ પોતાનાં કર્મો વડે જ ત્યાં ઉપજે છે.
૭૩૯. આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે અનેક પ્રકારના યોનિઓની, તે
પોતાના કર્મે ત્યાં થાય છે. વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવોના શરીરો પર, સચિત્ત કે અચિત્તમાં વાયુ સાથે, પાણીના જીવો રૂપે ગોઠવાય છે. વાયુના સંગાથે હોય છે, વાયુ સાથે સંચાલિત થાય છે. વાયુ ઉપર હોય તો તે પણ ઉપર હોય, વાયુ નીચે હોય તો તે પણ નીચે હોય છે. વાયુ તિર્યક જાય, તો તે પણ તિર્યકુ જાય, જેમ કે - ઓસ, હિમ, ધૂમ્મસ, કરા, ઝાંકળ અને વર્ષા (વરસાદ), એટલે શુદ્ધ પાણી. તે જીવો ત્યાં વિવિધ પ્રકારના ત્રસસ્થાવર જીવોનાં સત્ત્વોનો આહાર કરે છે. તે જીવો ખાય છે જ્યાં સુધી
-
105