________________
નપુંસક તરીકે જન્મે છે. નાનો હોય ત્યારે માનું દૂધ અને ઘી પીવે છે. જ્યારે તે અનુક્રમે વધે છે, ત્યારે વનસ્પતિકાય, ત્રસ અને સ્થાવર જીવોનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીનાં શરીરો છે ત્યાં સુધી. હવે ત્યાં વિવિધ પ્રકારના ચાર પગોવાળા સ્થલચર જીવોનાં શરીરો વિવિધ વર્ણનાં હોય છે એમ કહ્યું છે.
૭૩૫. આમ પૂર્વે કહેલું છે - વિવિધ પ્રકારના ઉરપરિસર્પ સ્થલચર પંચેંદ્રિય
તિર્યંચ યોનિઓના જેમ કે - સાપ, અજગર, આશાલીઓ, મહોરગો, થાય છે. તેમનાં યોગ્ય બી અને યોગ્ય સમયે, સ્ત્રી પુરૂષ સાથે કામક્રીડા કરે છે ત્યારે ભેગાં થાય છે જેને મૈથુન વૃત્તિ કહે છે. કોઈને ઈંડાનો ગર્ભ રહે છે કે કોઈને જીવનો ગર્ભ રહે છે. યોગ્ય સમયે તે પાકે છે અને ઈંડું કે જીવ જન્મે છે. ઈંડું ભાંગે ત્યારે સ્ત્રી કે પુરૂષ કે નપુંસક નીકળે છે. તે નાના જીવો વાયુકાયના જીવ ખાય છે. અનુક્રમે વધે ત્યારે વનસ્પતિકાય, ત્રસ સ્થાવર પ્રાણી ખાય છે. જ્યાં સુધી પૃથ્વીનાં શરીર છે, ત્યાં સુધી તે ખાય છે તે જીવો. પછી તે વિવિધ પ્રકારના ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પચેંદ્રિય સાપથી મહોરગ સુધીનાં શરીરો નાનાં વર્ણનાં કહ્યાં છે.
૭૩૬. આમ પૂર્વેથી કહેવું છે - વિવિધ પ્રકારના ભૂજ પરિસર્પ સ્થલચર પચેંદ્રિય
તિર્યંચ યોનિઓના જીવો જેમ કે:- ગોહા, નકુલા, શેહા, સરડા, શલ્લા, શરથાના, ખોરા, ઘરકોલિયા, વિશ્વભરા, ઉદર, મંગુસ, પલાદિ, વિરાલીયા, જોહા, ચોપાદિયા, તેમને જ યથા બી અને યથા કાળે, સ્ત્રી પુરૂષો સાથે રમે છે. મૈથુન ક્રીડા કરી ગર્ભમાં ઈંડું થાય કે જીવ ઉપજે. ઈંડું ગર્ભ પાકે ત્યારે બહાર આવે. તેમાં જીવ પાકે ત્યારે તે ભાંગે અને તેમાંથી સ્ત્રી, પુરૂષ કે નપુંસક રૂપે જીવ બહાર નીકળે. તે વાયુકાયનો આહાર કરે અનુક્રમે વધે ત્યારે વનસ્પતિકાય, ત્રસ સ્થાવર જીવોનો આહાર કરે છે
જ્યાં સુધી પૃથ્વીકાયના જીવો છે ત્યાં સુધી. તે આહાર પોતાના શરીરમાં ફેરવે છે. હવે પછી તે નાના પ્રકારના ભૂજ પરિસર્પ પંચેંદ્રિય સ્થલચર યોનિઓના શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
103.