________________
છૂટીને સ્ત્રી, પુરૂષ કે નપુંસક જીવ તરીકે જન્મે છે. નાનપણે તે માતાનું દૂધ પીવે છે તેમાંનું ઘી પણ આરોગે છે. અનુક્રમે વધે ત્યારે તે ભાત, અડદ તથા સ્થાવર અને જંગમ જીવોનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીકાય છે. વળી ત્યાં અનેક પ્રકારના માણસો, કર્મભૂમિનાં, અકર્મભૂમિના, અંતરદ્વીપોના, આર્યોના, મ્લેચ્છના, શરીરો વિવિધ વર્ણનાં હોય છે, એમ કહ્યું છે.
૭૩૩. આમ પૂર્વે કહેલું છે - વિવિધ પ્રકારના જલચર પચેંદ્રિય તિર્યંચ
યોનિઓના જીવો જેમ કે:- માછલાં અને સુશુમાર સુધીના જેમનામાંથી યોગ્ય કાળે અને યોગ્ય સમયે, યોગ્ય બી અને કાળે, સ્ત્રી પુરૂષ સાથે ક્રીડા કરે છે. તે મૈથુનથી ગર્ભ ઉપજે છે. તે સ્ત્રી અને પુરૂષનાં સત્ત્વોથી વધે છે, અનુક્રમે ગર્ભ વધે છે, પરિપક્વ થાય છે, ત્યારે તે ઈંડું કે જીવરૂપે જન્મે છે,
સ્ત્રી કે પુરૂષ કે નપુંસક રૂપે જે જન્મે છે. ઈંડું ભાંગવાથી પણ સ્ત્રી, પુરૂષ કે નપુંસક જીવ ઊપજે છે. તે જીવ નાનો હોય ત્યારે પાણીનો સત્ત્વ ખાય છે, જેમજેમ વધે છે તેમતેમ વનસ્પતિકાય, અને ત્રસ સ્થાવર જીવોનો આહાર કરે છે. તે જ્યાં સુધી પૃથ્વીનાં શરીર છે ત્યાં સુધી. હવે આ વિવિધ પ્રકારના જલચર પંચેંદ્રિય તિર્યંચ યોનિનાં માછલાંથી સુશુમાર સુધીનાં શરીરો વિવિધ વર્ણનાં હોય છે, એમ કહ્યું છે.
૭૩૪. પૂર્વે આમ કહ્યું છે - વિવિધ પ્રકારના ચાર પગવાળા જમીન પર ચાલતાં
પંચેંદ્રિય જીવો, જેમ કે:- એક ખુરવાળા, બે ખુરોવાળા, ગાંઢ જેવા પગોવાળા, નખોના પગવાળા, જીવો થાય છે. યોગ્ય બી અને યોગ્ય અવસરે, સ્ત્રી પુરૂષ સાથે કામક્રીડાથી સંભોગ કરે છે. જે મૈથુન વૃત્તિ કહેવાય છે. તેથી ગર્ભ રહે છે, જે સ્ત્રી અને પુરૂષનાં સત્ત્વો ભેગા થયેલાં હોય છે, તે ખાય છે. અનુક્રમે તે ગર્ભનો જીવ ગર્ભ પાકે, સ્ત્રી કે પુરૂષ કે
101