________________
૭૨૯. આમ પૂર્વે કહ્યું છે ઃ- આ ગતિઓ છે ઉદગ યોનિની, ઉદગમાં ઉપજતી, તે
ત્યાં કર્મો વડે થાય છે, વિવિધ પ્રકારની યોનિમાં ઉદગમાં વૃક્ષરૂપે થાય છે. તે જીવો ત્યાં વિવિધ પ્રકારના ઉદગના યોનિઓના જીવોના સત્ત્વોનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે ત્યાં સુધી. હવે ત્યાં ઉદગ યોનિઓનાં વૃક્ષોનાં શરીરો અનેક વર્ણનાં કહ્યાં છે. જેમ પૃથ્વી યોનિઓનાં વૃક્ષોનાં ચાર બોલ છે (૪), વેલાના પણ ચાર (૪), તૃણોના, ઔષધિઓના અને હરિયાળીના, દરેકના ચા૨ (૪) કહેવા.
૭૩૦. પૂર્વે આમ કહ્યું છે ઃ- આ ગતિ ઉદગ યોનિઓની છે તે ઉદગમાં થાય છે, પોતાના કર્મે કરી ત્યાં થાય છે. અનેક યોનિઓ ઉદગની છે. તેના ઉદગમાં, ઉદગ રૂપે, અવગત્ત રૂપે, પણગ રૂપે, શેવાળ રૂપે, કલંબુગ રૂપે, હડ રૂપે, કસેરૂય રૂપે, કચ્છભાણીય રૂપે, ઉત્પલ રૂપે, પદ્મ રૂપે, કુમુદ રૂપે, નલિન રૂપે, સુભગ-સુગંધી રૂપે, પોંડરિક રૂપે, મહાપોંડરિક રૂપે, શતપત્ત રૂપે, સહસપત્ત રૂપે, તેમ જ કલ્હાર, કોકણત, અરવિંદ રૂપે, તામરસ રૂપે, ભિસલ્ટિંસમૃણાલ રૂપે, પુષ્કર રૂપે, પુષ્કરથી ભગ રૂપે, વર્તે છે. તે જીવો ત્યાં ઉદગના નાના પ્રકારના યોનિના સત્વનો આહાર કરે છે. તે જીવોનો આહાર જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી કરે છે. વળી ઉદગ યોનિઓના ઉદગમાં પુલસ્થિભગા સુધીનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. આ છે એક જ બોલ (કથન) (૧).
૭૩૧. (૧)
આમ પૂર્વે કહ્યું છે :- આ ગતિના જીવો, પૃથ્વી યોનિમાં જે વૃક્ષો છે, વૃક્ષ યોનિનાં વૃક્ષોમાં, વૃક્ષ યોનિનાં મૂળો અને બીયાના (૩) વૃક્ષ યોનિનાં લતાઓનાં, લતાઓની યોનિની લતાઓ, લતાઓની યોનિનાં મૂળ તથા બિયાં (૩), પૃથ્વી યોનિનાં તૃણનાં, તૃણયોનિના દૃશનાં, તૃણ યોનિનાં મૂળ અને બિયાંના (૩), આવી રીતે ઔષધિઓના (૩) આલાપકો, તેમ જ હરિયાળીના પણ ત્રણ આલાપકો (૩), પૃથ્વી યોનિના આયા, કાયા અને કૂરો
97