________________
અધ્યાય ત્રીજો “આહાર વિષે’’
૭૨૨. હે આયુષ્માન મને સાંભળ! ભગવંતે આમ કહ્યું છેઃ- આ છે આહાર પરિક્ષા નામે અધ્યયન, તેનો હેતુ આ પ્રમાણે છેઃ- આ લોકમાં પૂર્વથી માંડી ચારે દિશાઓમાં બધું આવી જાય છે, તેમાં છે ચાર પ્રકારે બીજ કાયાઓ, જેમ કે:- અગ્ર બી, મૂળ બી, પોર બી અને સ્કંધ બી.
૭૨૩. (૧) તેમાંથીજ બીજ પ્રમાણે, યોગ્ય વખતે, આ એક જ જીવ સત્તા, પૃથ્વી યોનિની, પૃથ્વીમાં ઉપજેલી, પૃથ્વીમાં ઉપ૨ આવેલી, તે યોનિઓ ત્યાં ઉપજે છે, ત્યાં ઉપર આવે છે, અને કર્મથી ઉપજેલી, કર્મના કારણે ત્યાં ઉપજી છે, પૃથ્વીમાં તે અનેક પ્રકારના યોનિઓમાં વૃક્ષો રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં અનેક પ્રકારના પૃથ્વી યોનિઓના જીવોનો સત્ત્વ ચૂસે છે, ખાય છે. તેથી તે પૃથ્વી યોનિના જીવોનાં શરીર, પાણી જીવોનાં શરીર, તેજના જીવોનાં શરીર, વાયુના જીવોનાં શરીર, અને વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવોનાં શરીરોને અચિત્ત કરે છે, સર્વનાશ કરે છે, આહાર કરવાની પહેલા ત્વચા અને પછી શરીરોના આહારનો સર્વનાશ કરી, પોતાના શરીરના રૂપે પરિણમાવે છે. આમ તે સર્વ રીતે સંપૂર્ણ આહાર કરે છે.
હવે તે પૃથ્વી યોનિઓનાં શરીરો, વિવિધ રૂપનાં, ગંધના, વિવિધ રસોનાં, વિવિધ સ્પર્શોનાં, વિવિધ ઠેકાણે ઊગેલાં, અનેક જાતના શરીરોના પુદ્ગલો રૂપે વર્તે છે. આ જીવો કર્મોથી ઊપજે છે, આમ કહ્યું છે.
(૨) આ પૂર્વે કહ્યું છે :- અહીં જે વૃક્ષ યોનિના જીવો છે તે પોતે પોતાની ગતિથી ઊપજે છે, તે જ યોનિઓમાં, તે હોય છે, ત્યાં જ ઊગે છે, તે કર્મના કારણે ત્યાં ઉપજે છે. પૃથ્વી યોનિઓનાં વૃક્ષો પર વૃક્ષતાથી વર્તાય છે. તે જીવો ત્યાં, પૃથ્વી યોનિયોનાં વૃક્ષોનો સત્ત્વ આહાર કરે છે. તે જીવો ખાય છે, પૃથ્વીનાં શરીરો, પાણીનાં શરીરો, તેજનાં શરીરો, વાયુનાં શરીરો, વનસ્પતિનાં શરીરો,
89