________________
આવા માણસો ભવિષ્યમાં છેદાશે, ભેદાશે, અને જન્મ, જરા અને મરણની, અનેક યોનિઓમાંથી પસાર થશે, અનેક વાર સંસારમાં ભ્રમણ કરશે, પુનર્વાસ, પુનર્ભવો, ગર્ભવાસો, ભવપ્રપંચો, અને ક્લેશોના ભાગીદાર થશે. તે દંડન, મુંડન, તર્જન, તાડન, અંડબંધન, ઘોળણ, માતપિતા, ભાઈ, ભગિની, ભાર્યા, પુત્ર, પુત્રી, પુત્રવહુ, આ સર્વેનાં મરણો સાંખશે. દારિદ્ર, તીવ્ર દુઃખો, અપ્રિય સહવાસ, પ્રિયના વિયોગ, અને ઘણાં દુ:ખ અને દૌર્યન્ય પ્રાપ્ત કરશે. અનાદિ કાળપર્યંત, અસહ્ય દુઃખો, દીર્ઘ સંસા૨કંતારનાં દુઃખો, ભોગવતો થશે. ફરીફરી સંસારમાં ભ્રમણ કરશે. તેને સિદ્ધિ ન મળે, બોધી ન મળે, સર્વ દુઃખોનો અંત ન કરે. આ તોલ છે, પ્રમાણ છે, પ્રત્યેકને જે આ સમોસરણમાં આવ્યા છે, તેને માટે.
૭૨૦. ત્યારે ત્યાં જે શ્રમણ માહણો આમ ભાંખે છે, પ્રરૂપે છે ઃ- સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્તાને ન હશે, ન મારે, ન ઘેરે, ન ઉદ્રવ કરે, તેથી તે ભવિષ્યમાં છેદાશે નહિ, ભેદાશે નહિ, ભવિષ્યનું જન્મવાનું, કે મરવાનું, ન થાય કે સંસાર, પુનર્ભવ, ગર્ભવાસ, ભવપ્રપંચની ઝંઝટ, આ સર્વેનો ભાગીદાર નહિ થાય. તે બહુ દંડાથી શિક્ષા ન પામે, ઘણા દુ:ખ દોર્મનનો ભાગીદાર થશે નહિ. જ્ઞાતિ વગરનો, ન કહી શકાય તેવા દીર્ઘ સંસા૨કુંતારને ભોગવશે નહીં. તેમાં ફરી ફરી ભ્રમણ નહીં કરે. તે સિદ્ધિને વ૨શે અને સર્વ દુઃખોનો અંત ક૨શે.
૭૨૧. આ બાર ક્રિયાસ્થાને વર્તતો જીવ, ન સિદ્ધિ પામે, ન બોધી પામે. તે સર્વ દુઃખોનો અંત કરતો નથી કે ભવિષ્યમાં ક૨શે પણ નહીં. હવે જે તેરમા ક્રિયા સ્થાને વર્તતો જીવ, સિદ્ધિ, બોધી, પામી, સર્વ દુઃખોનો અંત કરે છે અને ક૨શે, ભૂતકાળે કરેલો. તે સર્વ રીતે પરિનિર્વાણ પામે છે. પામેલો અને પામશે.
85