________________
ગુણ વ્રતો, વિરમણ, પચ્ચખાણ, પોષધોપવાસ વડે યથા અપરિગ્રહથી તપકર્મો કરી આત્માને ભાવે છે. પછી વિચરે છે.
હવે તે આ પ્રમાણે વિહાર કરતાં, ઘણાં વર્ષો પછી શ્રમણોપાસકનો પર્યાગ મેળવે છે, તે મેળવ્યાં પછી બાધ આવે કે ન આવે, ઘણી ખાવાની ચીજોનું પચ્ચખાન લે છે. વળી તે પછી અનશન વડે ઘણીએ બીજી ખાવાની ચીજો ત્યાગે છે (પચ્ચખાન કરી). તે પછી તે આલોચના કરે છે, પ્રતિક્રમણ કરે છે, સમાધિ પ્રાપ્ત કરે છે. યોગ્ય કાળ આવતાં, કાળ કરી દેવલોકે દેવરૂપે ઉપજે છે. ત્યાં મહાઋદ્ધિ, મહાજ્યોતિ, મહાસુખમાં રહે છે. શેષઃ- આ સ્થાન આર્ય છે, સંયમી સાધુ માટે જ યોગ્ય છે. આ થાય છે ત્રીજા સ્થાનના મિશ્ર પક્ષનો વિભંગ, એમ કહ્યું છે.
૭૧૬. મૂઢ, અવિરતિથી પ્રત્યક્ષ થાય છે, ત્યારે પંડિત, વિરતિથી પ્રત્યક્ષ થાય છે. મૂઢ પંડિત વિરતાવિરતિથી પ્રત્યક્ષ થાય છે. જ્યાં સર્વ રીતે અવિરતિ છે, તે સ્થાન આરંભનું છે, તેથી તે અનાર્ય છે, તે સર્વ દુઃખોનો અંત ન લાવે, તે ફક્ત અસાધુ જ ઇચ્છે. જ્યાં સર્વ રીતે વિરતિ પાળે છે તે સ્થાન હિંસાવિનાનું છે, તેથી તે આર્ય છે. સર્વ દુ:ખો તે દૂર કરે છે. તેની સંયમી સાધુ જ ઇચ્છા કરે. જ્યાં વિતાવિરતિ છે તે સ્થાન હિંસા અને અહિંસાવાળું છે. છતાં તે સ્થાન આર્ય છે. સર્વ દુઃખોનો અંત આણે છે. તે સંયમી સાધુ જ ઇચ્છે છે.
૭૧૭. આમ જે શ્રામણ્યને જાણે અને શ્રામણ્યને ગ્રહે, તે બન્ને સ્થાનો સ૨ખાં આચરે છે, જેમ કે ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત, આમ તે પ્રથમ સ્થાનના અધર્મ પક્ષનો વિભંગ કહ્યો છે.
તેમાં જ આ ત્રણસો ને સાંઠ પ્રાવાદિકો થાય છે. જેમ કે:- ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તે સર્વે પણ નિર્વાણને કહે છે, તે પણ મોક્ષ વિષે કહે છે, તે શ્રાવકોને કહે છે, તે શ્રાવકતા
81