________________
જ્યોતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા, દિવ્ય ચર્યા, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાઓ વડે દસ દિશાએ પ્રકાશ પાડતો, ઉજાળતો, શુભ ગતિ, શુભ સ્થિતિ અને ભદ્ર ભવિષ્યવાળો થાય છે.
આ સ્થાન આર્ય છે, સાવ સર્વ દુ:ખો વિનાનો માર્ગ છે, જે સમ્યક્વાન સાધુ માટે જ યોગ્ય છે. આ છે બીજા સ્થાનનો ધર્મપક્ષનો વિભંગ, એમ કહ્યું છે.
૭૧૫. હવે ત્રીજા મિશ્ર સ્થાનના વિભંગ વિષે કહે છે ઃ- આ લોકે પૂર્વાદ, ચાર દિશાઓમાં પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. કોઈ અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્મના અનુગામી, ધર્મથી જીવવા, આવક મેળવે, સારા શીલવાન, સુવ્રતી, બીજાને આનંદ ઉપજાવે તેવા, આ જીવ એક જ પ્રાણાતિપાતનું પચ્ચખાન કરે છે, ત્યારે બીજા એકનું વિરતિનું પચ્ચખાન નથી કરતા. તેથી જે આ પ્રકારે સાવર્જ અજ્ઞાનથી આચરે છે કે જેથી પરપ્રાણીઓને પરિતાપ થાય, તેમ કરે છે. છતાં પણ, એકથી વિરતિ લઈ લે છે અને બીજાથી વિરતિ નથી લેતા.
જે શ્રમણો પાસક થાય છે, તે જીવ અજીવનું જ્ઞાન ધરાવે છે. વળી તે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, ક્રિયા અધિકરણ, બંધ અને મોક્ષના જ્ઞાને પરિચિત છે, સારી રીતે જાણે છે, કુશળ છે.
આ સહન ન કરતા દેવોઃ અસૂરો, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિંન્ન૨, કિં પુરૂષ, ગરૂલ, ગંધર્વ, મહોરગાદિ, દેવગણો, તેમને આ નિગ્રંથ ધર્મ મળે તે અસહ્ય થાય છે તેથી તેનો તે વિરોધ કરે છે. આ નિગ્રંથ ધર્મ, શંકારહિત, કાંક્ષા વિનાનો, ચિકિત્સા વિનાનો, અર્થ મેળવેલો, અર્થગ્રહણ કરેલો, અર્થ પૂછેલો, અર્થનો નિશ્ચય કરતો, અર્થ જાણેલો, અસ્થિ-મીંજની જેમ પ્રેમયુક્ત, હે આયુષ્માન! આ નિગ્રંથોનું પ્રવચન અર્થવાળું, શ્રેષ્ઠ અર્થયુક્ત છે, શેષ ધર્મો અર્થ વિનાના છે. તેમને માટે ઘરના આગળા ઊંચા છે અને દ્વાર ઉઘાડાં છે. ઘરના અંતઃપૂરમાં તે પ્રવેશ ન કરે. ચઉદસ, આઠમે, પૂનમે, અને અમાસને દિવસે તે સંપૂર્ણ પોષધ વ્રત પાળે છે. તે શ્રમણ માહણોને કે નિગ્રંથોને જે ઇચ્છવા યોગ્ય ખાદ્ય પીણાં, સ્વાદિષ્ટ, ખાદિમ હોય તે અને વસ્ત્ર પરિગ્રહ, કાંબળ, પાયલુંછની, ઓખદ, પીઢ, ફલક, સંથારી સૂવાં માટે મેળવી વહોરાવે છે. તે ઘણા શીલવાન,
79