________________
અતિષ્ણુતા ધૃતકેશ-મંસુ-રોમ-નખ, સર્વ ગાત્ર પ્રતિકર્મ વિપ્રમુક્ત, થાય છે.
ત્યાર
પછી આમ વિહાર કરતાં ઘણાં વર્ષો પછી શ્રમણ પર્યાગ મેળવે છે, તે પછી ઘણાં વર્ષોએ, શ્રમણ પર્યાગ મેળવી આ બાધ ઉપજે કે ન ઉપજે, ઘણી ખાદ્ય વસ્તુઓનો ત્યાગ કરે છે, તે પચ્ચખાન વડે કરે છે. પચ્ચખાન કર્યા પછી અનશન વડે ઘણી ખાદ્ય વસ્તુઓ ત્યાગે છે. પછી તે નગ્ન ભાવ ધારણ કરે છે. મુંડન કરી, સ્નાન ત્યાગે છે, દંતશોધન કરે નહિ ને વાહનનો ત્યાગ કરે છે. ભૂમિશયન, ફલગશયન, કાષ્ટશયન કરે છે. કેશલોચન કરે અને બ્રહ્મચર્ય પાળે. ૫૨ઘરે પ્રવેશ કરે, મળે ન મળે, અપમાન સહે, હેલના, નિંદા, ગર્દશા થાય, ધમકીઓ આપે, તાડન કરે, ખીંજવે, ઊંચાનીચા ગામ કંટકો સહન કરે, તે બાવીશ પરિષહો અને ઉપસર્ગો સહે. અહિતો સહે. તેના અર્થની આરાધના કરે છે. તેના અર્થ આરાધી, ચરમ ઉચ્છવાસ નિશ્વાસ કરતાં, અનંત, અનુત્તર, વ્યાઘાત વિનાનું, આવરણરહિત, પુરેપુરૂં કેવળ જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્તિ કર્યાં પછી સિધ્ધિ, મુક્તિ, બોધી, પ્રાપ્ત કરી, સર્વ રીતે પરિનિર્વાણ થાય છે, સર્વ દુઃખોનો અંત લાવે છે. કોઈને એકાદ ભવ ક૨વો પડે. પૂર્વ કર્મના અવશેષથી વખત આવે કાળ કરે છે. અન્યતરે દેવલોકમાં દેવ તરીકે ઉપજે છે. ત્યાં મહાઋદ્ધિમાં, મહાજોતીમાં, મહાપરાક્રમે, મહાયશ વડે, મહાબળ વડે, મોટા પ્રભાવે, મહાસુખ વડે, વક્ષ પર હાર પહેરી, અલંકારોથી ભૂષિત બાહુ, અંગે કાન કુંડલો, વિવિધ આભૂષણોથી યુક્ત, સુંદર માળાઓવાળો મુકુટ માથે પહેરે છે. તે બહુ જ કિંમતી, સારાં સુંદર શુભ્ર, નવા વસ્ત્રો પહેરે છે. તે સા૨ી માળાઓ અને લેપ અંગે ધારણ કરે છે. તેનું શરીર તેજસ્વી સુંદર માળાઓ ધારતું, દિવ્યરૂપ, વર્ણ, ગંધ, સ્પર્શવાળું શરીર અને શક્તિમાન સારા સાંધાથી યુક્ત, દિવ્યતાથી સંસ્થાપિત, દિવ્ય ઋદ્ધિ,
77