________________
અપ્રતિબદ્ધ, શરદના પાણી જેમ શુદ્ધ હૃદયવાળા, પુષ્કરનાં પાંદડાં જેમ લેપરહિત, કૂર્મની જેમ ગુખેંદ્રિય, પંખીની જેમ સ્વતંત્ર, ગેંડાના શિંગની જેમ એક જન્મવાળા, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ શક્તિશાળી, વૃષભની જેમ બળવાન, સિંહની જેમ દુર્ઘષ, મંદર પર્વતની જેમ કંપ- વિનાના, સાગરની જેમ ગંભીર, ચંદ્રમાની જેમ સૌમ્ય લેશ્યાવાળા, સૂર્યની જેમ તેજસ્વી, જાત્ય-કનકની જેમ રૂપવાન, વસુંધરાની જેમ સર્વ સ્પર્શ સહન કરે તેવા, સારા હૃદયી, યજ્ઞના-અગ્નિ જેમ તેજસ્વી હોય છે. આ ભગવંતોને કોઈ જાતનો પ્રતિબંધ ન થાય. તે પ્રતિબંધ ચાર જાતના કહ્યાં છે, જેમ કે:- (૧) અંડજ, (૨) પોતજ (૩) ઉગ્રહ અને (૪) પ્રગ્રહ. જે જે દિશાએ તે જવા ઇચ્છે, તે તે દિશાએ બાધા થતી નથી, નિર્મળ, નમ્ર, ગ્રંથિ વિનાના, સંયમ અને તપ વડે આત્માને ભાવતા વિચરે છે. તે ભગવંતોને ત્યાં જાયામાયા વૃત્તિ હોય છે એટલે જીવનયાત્રા માટે પ્રમાણસર લેવાની ને ખાવાની વૃત્તિ થાય છે. તે ચોથા, આઠમાં, દશમા, બારમાં દિવસે ખાય, પછી અર્ધ માસે, એક માસે, બે માસે, ત્રણ માસે, ચાર માસે, પાંચ માસે, છ માસે, એમ ક્રમથી ખાય. તે પછી, ઉક્ષિપ્ત ખાય, નિક્ષિપ્ત ખાય, ઉક્ષિપ્ત નિક્ષિપ્ત ખાય, અંતનું ખાય, છેલ્લું જ ખાય. લૂખું ખાય, સમુદાણ ખાય, સમારેલું કે ન સમારેલું ખાય, ત્યાં તે જાતનું સારું પણ ખાય. દૃષ્ટિએ જોયેલું ખાય, ન જોએલું પણ ખાય, પુષ્ટ કે અપુષ્ટ પણ ખાય, ભિક્ષાથી મળેલું ખાય, ભિક્ષા વિનાનું અજ્ઞાત પણ ખાય, અન્ન ગળીને ખાય, નજીક રાખેલું પણ ખાય. જાણેલું પણ પ્રમાણસર ખાય, શુદ્ધ, અંતનું કે છેલ્લું ખાય. ક્ષ આહાર કરે, તુચ્છ આહાર કરે, અંત આવી અને પંત જીવી પણ હોય. પુરિમટ્ટીયા, આયંબીલ વ્રત કરે, નિવી કરે, મધમાંસ ન ખાય, ઘણું ખાટું પણ ન ખાય. સ્થાને રહી આઠ પ્રકારે પ્રતિમા કરે, વીરાસન, દંડાસનના લંગડસાદિનો, આયાવકા, અવાયુડા, અકંડુયા,
75
- - -