________________
ભાગ નીચે પડે છે અને તે ગમે તેમ ગબડી પડે છે, વિષમ જગ્યાએથી પડતો, લાંબો જઈ અથડી પડે છે. તે જ પ્રકારે નારકી માણસ કે જીવ, ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મથી બીજા જન્મમાં, એક મરણથી બીજા મરણમાં, નરકમાં, દુઃખોથી ઘણા દુઃખોમાં, દક્ષિણ ગામેથી નરકમાં કૃષ્ણ પક્ષમાં જાય છે. તેને ભવિષ્યમાં બોધ થવો દુર્લભ છે. આ સ્થાન અનાર્ય છે, ત્યાં કેવળ જ્ઞાન નથી, ખાલી દુર્જન જ તેની ઇચ્છા કરે. આ થયું પ્રથમ સ્થાનનું અધર્મ પક્ષનું વિભંગ, આમ કહ્યું છે.
૭૧૪. હવે બીજા સ્થાનના ધર્મ પક્ષનો વિભંગ આમ કહ્યો છે. આ લોકમાં ચારે
દિશાઓમાં ગતિ મુજબ માણસો ઉપજે છે. જેમ કે:- અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્મના અનુચર, ધર્મિષ્ઠ, અને ધર્મથી જ જીવનનું ગુજરાન ચલાવતાં, સુશીલ, સુવ્રતધારી, બીજાને આનંદ કરાવતાં, સુસાધુ, સર્વ રીતે સર્વ પ્રાણાતિપાતમાંથી જીવજીવ વિરતિ કરતાં, જે આ પ્રકારે સાવર્જ, અજ્ઞાનથી કરે છે, પરપ્રાણ પરિતાપણનાં કૃત્યો અજ્ઞાનથી કરે છે છતાં તે આજીવ તેનાથી વિરતિ કરે છે. અણગાર ભગવંતો, ઈરિયા, ભાષા, એષણા, આદાનભંડ નિક્ષેપણ, ઉચ્ચાર પાશ્રવણ, ક્ષેલ-સિંઘાણજલ્લ પારિસ્થાપિનિયા સમિતિઓ પાળે છે. મન, વચન અને કાય સમિતિઓ ધારે છે, મનગુપ્તી, વચનગુખી, કાયગુપ્તી ગુપ્ત ગુખેંદ્રિયો, ગુપ્ત બ્રહ્મચારી, અક્રોધી, અમાની, અમાયી, અલોભી, હોઈ તે શાંત અને પ્રશાંત થાય છે. તે ઉપશાંત થઈ સર્વ રીતે નિવૃત્તિ કરે છે. તે અનાશ્રવી, અગ્રંથિ, છિન્ન-શ્રોતા, લેપરહિત, કાંસાના પાત્રની જેમ પાણીથી મુક્ત, શંખની જેમ રંગ વિનાના, જીવની જેમ અપ્રતિહત ગતિવાલા, આકાશના તળની જેમ નિરાવલંબી, વાયુની જેમ
13