________________
પૂંછડીએ બાંધ, આને બળદની પૂંછડીએ બાંધ, આને કાગડીનું માંસ ખવરાવ, આને ભાત પાણી ન આપ, આને જાવજીવ વધ બંધન કરે, આને અન્ય રીતે કુમાર વડે ઘણો જ મારે.
જ્યારે આંતરિક પરિષદ ભરાય ત્યારે, માતા કે પિતા, ભાઈ કે બહેન, સ્ત્રી કે પુત્ર, પુત્રી કે વહુ, તેમને નાના સરખા અપરાધ માટે બહુ ભારે શિક્ષા કરે છે. જેમ કે :- તેને બરફ જેવા ઘણા ઠંડા પાણીમાં બોળે, આમ મિત્ર દોષ વૃત્તિથી પરલોકોનું અહિત કરે છે. તે દુ:ખ આપે છે, શોક કરાવે છે, ટીપે છે, પીટે છે, પીડા કરે છે, ઘણા દુ:ખી કરે છે, તેથી તે દુઃખ, શોક, ઝૂરવું, ટીપવું, પીડાવું, ઘણુંએ દુ:ખ દેવું, વધ બંધન પરિક્લેશથી વિરતિ નથી કરતો.
આમ જ તે સ્ત્રી કામોથી આસક્ત, વૃદ્ઘ ગઢેલો, સ્વાર્થી, ચાર પાંચ વર્ષે, છથી દસ વર્ષ સુધી, જરા થોડા કે વધુ, સમય માટે જાતજાતના ભોગો ભોગવી વેરો ઉપજાવે છે, ઘણાં કર્મોનો સંચય કરે છે. આમ તે કર્મોનો ભાર ઘણો થાય ત્યારે તે કર્મો વડે, જેમ લોઢાનો કે પથ્થરનો ગોળો પાણીમાં ફેંકવાથી તે તળિયે જઈ પડે છે, તેમ નરકે જઈ પડે છે.
તે જ પ્રકારે પુરૂષ થાય છે, વજ્ર જેવો કઠણ, ધૂનમાં ઘણો જ વર્તાય છે, તે કાદવ જેવો, ઘણો વેરી, ઘણો જ દંભી, નિગ્રહ વિનાનો, ઘણો સ્વાર્થી, યશ વિનાનો, નીચ, ત્રસ જીવોનો ઘાત કરે છે, તે જ્યારે સમય પુરો થાય છે, ત્યારે મૃત્યુ પામી, ધરણીના તળે પડી નરકે જાય છે, ત્યા પ્રતિષ્ઠિત થાય છે.
તે નરક અંદ૨થી ગોળ, બહારથી ચોરસ, તળિયું છૂરાની જેમ ધારવાળું, નિત્ય અંધકારયુક્ત, ચંદ્ર, સૂરજ અને નક્ષત્રોના પ્રકાશ વિનાનું, ચરબી, માંસ, લોહી, અને પરૂના કાદવથી ભરાયેલું, લીંપાયેલું હોય છે. આ ગંદું, વિષ જેવું, દુર્ગંધી, કપોત અને અગ્નિના વર્ણ જેવું, ખરબચડું, અહિતકારી, અશુભ, નક છે. ત્યાં વેદનાઓ અસહ્ય છે. ત્યાંના પાપીઓને ઊંઘ નથી મળતી કે પગ પણ લાંબા ન કરી શકે, સાંભળવાનું સુખ નથી. ત્યાં ધૃતિ કે મતિ નથી. તે અગ્નિની જ્વાલાથી ગાઢ ભરાયેલો છે, કડવો, કર્કશ, ક્રૂર, દુઃખથી ભરેલો, કઠણ, તીવ્ર, અને પ્રત્યક્ષ અસહ્ય વેદનાથી યુક્ત, વેદના અનુભવતો થાય છે.
પર્વતની ટોચે વૃક્ષ છે. જ્યારે તેના મૂળ કપાય ત્યારે, તે ભારે ઉપરનો
71