________________
યાન, વાહણ, ભોગો, ભોજન, આ સર્વે ભોગ ભોગવે, તેમાંથી નિવૃત્ત ન થાય, વિરતિ ન જ કરે. તે ખરીદી વિક્રી કરે છે, માત્ર, અર્ધમાષ, રૂપક આદિ વ્યવહારોથી આજીવ વિરતિ ન લેતો, સર્વ ચાંદી, સોનું, ધનધાન્ય, રત્નો, મોતી, શંખ, શિલાઓ, અને પ્રવાળના ધંધામાંથી નિવૃત્ત ન થાય, ખોટા તોલ કે ખોટા માપની નિવૃત્તિ ન લે, સર્વ આરંભ સમારંભોનો ત્યાગ ન કરે, સર્વે પાપયુક્ત, કરવાં કે કરાવવાનાં કૃત્યો થોભાવે નહીં. તે આમ આખી જિંદગી કર્યા કરે છે. રાંધવું, ગંધાવવું પણ આખી જિંદગી કર્યા કરે છે. સર્વે ફૂટવાનું, પીટવાનું, ધમકીઓ આપવાનું, શિક્ષા કરવાનું, વધ, બંધનું દુ:ખ દેવાનું, આજીવ બંધન કરે છે. આ પ્રકારે સાવર્જ કર્મો અજ્ઞાનથી કરે જાય છે, જેથી બીજા જીવોને દુઃખ થાય છે, પરિતાપ થાય છે. આમ તે દુષ્ટ કૃત્યો કરે જાય છે. તે પણ થોભાવે નહિં, આમ આખી જિંદગી તે પાપ કરે છે. તેમાંથી વિરતિ લેતો નથી.
કોઈ માણસ, ડાંગર, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કુલથી, ચોળા, કાળા ચણા, વટાણા વિગેરે ધાન્યો૫૨ યતના વગર ક્રૂરતાથી મિથ્યા દંડ યોજે છે.
આ જ પ્રકારના પુરૂષ થાય છે, કે જે તિત્તર, લાવક, વર્તક, કપિંજલ, હરણ, ભેંસ, ભૂંડ, ઘો, મગર, કાચબો, સાપ, આદિ જે જીવો છે તેમને ક્રૂર શિક્ષા કરે છે, મિથ્યા દંડ યોજે છે.
જ્યારે તે બહારની પરિષદ ભરે છે ત્યારે, જેમ કે:- દાસ, સેવક, કે ભાગીદાર, ભાઈઓ, કે કામ કરનાર, કે ભોગ પુરૂષ હોય, તેમને નાનાસરખા દોષ માટે પોતે ભારે દંડ કરે છે. જેમ કે :- આને દંડાથી મા૨, આનું મુંડન કર, આને ધમકી આપ, આને તાડન ક૨, આના અંડાને બાંધ, આના ડૂંગણ બાંધ, આનું હાડકું બાંધ, આને હાથ અને પગે બાંધ, આના બે કુલ્લાને સંકોચી મોડી નાંખ, આના હાથ છેદ, આના પાય છેદ, આના કાન કાપ, શિર અને મુખને છેદ, આના નાક અને હોઠ, તેને ચાલે નહીં તેમ કરે. આનું હૃદય કાઢ, આની આંખો ખેંચી કાઢ, આના દાંત ખેંચી કાઢ, અંડકોષ ખેંચી કાઢ, આની જીભ ખેંચી કાઢ, આને લટકાવ, આને ઉંધો કરી લટકાવ, આને ઘસી નાંખ, આને ઘોળી નાંખ, આને શૂળીએ મૂક, આને શૂળીએ વીંધી નાંખ, આને ખાર લગાડ, આને ચામડાથી મા૨, આને છોડા સાથે બાંધ, તેને દઝાડે, આને સિંહની
69