________________
ઉપજે છે. જેમ કે:- આર્ય વર્ગના, અનાર્ય વર્ગના, ઉચ્ચ ગોત્રના, નીચા ગોત્રના, સારી કાયાવાળા, નાની કાયાવાળા, સુવર્ણના, દુવર્ણના, સુરૂપા, દુરૂપા વ થાય છે. આ પ્રકારના માણસોને જ :- ખેતરો, ધનધાન્ય, સઘળી બીજી વસ્તુઓ મળે છે. પછી પોંડરીક સુધીનું કથન કરવું. તે સર્વ ક્ષેત્ર વસ્તુઓથી શાંત થાય છે, સર્વ રીતે તે નિવૃત્ત પણ થાય છે. આમ કહ્યું છે. આ સ્થાન છે આર્ય, જ્યાં કેવળ જ્ઞાન સંભવે છે, તેથી તે સર્વ દુઃખનો નાશ પણ કરે છે, આ છે ધર્મ પક્ષનું બીજાં સ્થાન, તેનો વિભંગ કહ્યો છે.
૭૧૨. હવે ત્રીજા સ્થાનના કે, જે મિશ્ર છે તેના વિલંગ વિષે કહે છે:- અહીં જે
આરણ્યકો છે, તે ગામના છેડે કયાંય પણ આવી વસે છે. ત્યાંથી છૂટી તે ઘેટાની જેમ મૂક અને અંધારાની જેમ કાળા થઈ વર્તાય છે. આ સ્થાન છે અનાર્યોનું, કેવળ જ્ઞાનવિનાનું, જ્યાં સર્વ દુઃખો દૂર ન થાય તેવું, ખાલી દુષ્ટ માણસ જ તેને ઇચ્છે. આ થયું ત્રીજાં મિશ્ર સ્થાન કે જેનો વિભંગ કહ્યો
૭૧૩. હવે પ્રથમ સ્થાનના અધર્મ પક્ષનો વિભંગ કહે છે - આ લોકે પૂર્વ,
પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં ગતિ મુજબ માણસો થાય છે. કોઈ મોટો આરંભ કરે છે, મોટી ઇચ્છાઓ કરે છે, મોટા પરિગ્રહો કરે છે. અધાર્મિક, ધર્મથી વિરૂદ્ધ આચરણ કરતો, ધર્મ ન પાળતો, અધર્મનું કહેતો, અને અધર્મથી જીવવાવૃત્તિ મેળવતો, અધર્મજાતો, અધર્મ લજ્જા ન પાળતો, અધર્મવાળું શીલ અને આચારવાળો, અધર્મે જીવનની આવક મેળવવાની ઇચ્છા કરતો, આમ તે રહે છે. હણ, છેદ, ભેદ, કાપ, લોહીવાળા હાથે, ક્રૂર, ભયંકર, શુદ્ર, સાહસિક, દુરાચારી, કૂડકપટી, ઘણી અધાર્મિક પ્રયોગની કૃતિઓ કરે છે. કુશીલનો, દુરાચારી, ખરાબ કરવામાં આનંદ માણતો, દુષ્ટ, હિંસાખોર, આજીવ હિંસા કરતો, પરિગ્રહ કરતો, ક્રોધી, મિથ્યાશલ્યને ધારતો, સર્વ રીતે સ્નાન, માલિશ કરતો, રંગ, લેપ કરતો, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળાઓ વાપરતો, અલંકારોથી વિભૂષિત થતો, આ સર્વેમાંથી નિવૃત્ત ન થતો, સર્વ જાતના ગાડાં, રથ, યાન, યુગ્મ, જલ સ્થલ, શીતસ્પંદન કરતો, શયન આસન,
-
67