________________
ભરાવદાર અને શક્તિશાળી છે, કેડે કંદોરો છે. અનેક માળાની કતારો નિતંબ સુધી લટકે છે.ચંદનનો લેપ લગાવી, તે સાવ નવા કિંમતી વસ્ત્રો પહેરે છે. પછી મોટી મહેલીકામાં, શસ્ત્રોની શાળામાં, તેના મોટા મહેલમાં ઉપરના માળે સિંહાસન પર બિરાજે છે. ત્યાં તે સ્ત્રીઓના ઝુંડથી વિંટળાયેલો, સર્વ રાત્રી ઝગમગતાં દીવાઓથી પ્રકાશિત મહેલમાં, પ્રસિદ્ધ મોટા નટનટીઓનાં ગીત, વાજીંત્ર જેમ કે વીણા, સિતાર, ઢોલ, મૃદંગ, વિગેરે પઓથી વગાડેલાં, ઝાંઝર અને તાળીઓના નાદ વચ્ચે, ઝણઝાણકારતો, મોટા માણસો સાથે સારામાં સારા ભોગો ભોગવે છે. જ્યારે તે એકને આજ્ઞા કરે, ત્યારે ચાર પાંચ સેવક હાજર થાય, ને કહે કે - હે દેવાનું પ્રિય! કહે, અમો શું કરીએ? શું લાવીએ? શું હાજર કરીએ? શું લાવી મૂકીએ? તમારા દિલને શું ખપે છે? આશકોને શું ગમે છે? આમ જોઈ અનાર્યો કહે છે - ખરેખર આ પુરૂષ દેવ છે, આ પુરૂષ દેવો વડે હવરાવેલો છે, અન્ય માણસોની જેમ આની પાસેથી આજીવિકા મેળવીએ. આ જોઈ આર્ય પુરૂષ કહે છે - આ માણસ ઘણા દૂર કર્મો કરી રહ્યો છે, તે ઘેનમાં છે, સ્વાર્થી પણ છે, તેથી તે દક્ષિણાયનમાં કૃષ્ણ પક્ષે ચરી નરકે જશે. તે પછીના જન્મ પણ તેને જ્ઞાન દુર્લભ થશે. આ સ્થાને ઉત્કર્ષ પામેલા જીવો લોભમાં પડે છે. ઉત્કર્ષ ન પામેલા જીવો પણ લોભાય છે. સંસારમાં ઝણકારતાં પણ આ માટે બહુ લોભાતુર થાય છે. આ સ્થાન અનાર્ય માટે છે, કેવળ જ્ઞાન વિનાનું, અપરિપૂર્ણ, આયુ વિનાનું, અશુદ્ધ, શલ્ય ન કાપે, સિદ્ધિ ન મળે, મુક્તિ ન મળે, નિર્વાણ ન મળે, ઘૂંટી ન શકે, સર્વ દુઃખોને દૂર ન કરી શકે, ખાલી દુષ્ટ માણસ જ તેની ઇચ્છા કરે. આ છે પ્રથમ સ્થાનનો અધર્મ પક્ષનો વિભંગ, એમ કહ્યું છે.
૭૧૧. હવે બીજા સ્થાનનો અધર્મ પક્ષનો વિલંગ આમ કહ્યો છે - આ લોકમાં
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં માણસો પોતપોતાની ગતિ મુજબ
-
65