________________
પાપ કરે છે.
તે પોતે વગર વિચારે, ગૃહપતિ કે તેના પુત્રના ઊંટ, બળદ, ઘોડા, અને ગધેડાના ખુરો કાપે છે, કપાવે છે કે અન્ય કાપતો હોય તેને અનુમતિ આપે છે.
તે એકલો વિચાર કરતો નથી, જેમ કે ગૃહપતિ કે તેના પુત્રની ઊંટશાળા, ગોશાળા, ઘોડશાળા કે ગર્દભ શાળાઓ પર કાંટાની ડાળીઓ મૂકી, પોતે અગ્નિ વડે બાળે છે કે તે માટે અન્યને અનુમતિ આપે છે.
તે જાતે વિચાર વગર, ગૃહપતિ કે તેના પુત્રના કુંડલથી લઈ મોતી સુધી સર્વ ઘરેણાં લૂંટે છે કે અનુમતિ આપે છે.
તે એકલો વગર વિચારે, શ્રમણ માહણોના દંડાથી લઈ ચર્મ છેદવાના શસ્ત્ર સુધી, જાતે હરે છે કે અન્યને અનુમતિ આપે છે. આમ પોતાના આત્માને મોટાં પાપ કરી ઉપેક્ષે છે.
તે એકલો જ્યારે શ્રમણ માહણોને જોવે છે, ત્યારે વિવિધ પ્રકારે કર્મ કરી પાપ બાંધી આત્માની ઉપેક્ષા કરે છે, અથવા તેને ઝાપટ લગાવે છે અને થથરાવે છે. વળી તે કઠોર શબ્દોથી વાત કરે છે.
-
જ્યારે તે ભિક્ષુ, યોગ્ય કાળે ભિક્ષામાટે આવે ત્યારે તેને તે કશું પણ વહોરાવે નહીં. તે કહે છે ઃ- તમે વર્ણવિનાના હલકા, ભાર ન ઊંચકનાર, આળસુ, કૃપણ શ્રમણો, પ્રવ્રજ્યા લો છો. અને આમ જીવો છો. ધિક્કાર છે તમારા આવા જીવનને! આમ તે બોલે છે. તે લોક, પરલોકના અર્થને વળગતા નથી. તે દુઃખી થાય છે, શોક કરે છે, ઝૂરે છે, તપે છે, પીડાય છે, ટીપાય છે અને ઘણો જ સંતાપ કરે છે. વધ બંધનના ક્લેશ કરે છે. વિરતિ નથી કરતા. તે મોટા આરંભ સમારંભ કરી પાપ કરે છે. આમ જાતજાતના આરંભ સમારંભમાં પાપ કરી જાનવરોની જેમ માણસના ભોગો ભોગવે છે. જેમ કે :- ખાવાના સમયે ખાવું, પીવાના સમયે પીવું, વસ્ત્રના સમયે વસ્ત્ર પહેરવાં, લેપના સમયે લેપ કરવો, ઊંઘવાના સમયે ઊંઘવું.
તે પહેલાંની જેમ ન્હાય છે, બળી કર્મ કરે છે, કોતુક, મંગળ પ્રાયશ્ચિત કરે છે. શીરસાસ્નાન કરે છે, કંઠમાળા પહેરે છે, રત્નો અને મણિ સોનાથી જડેલો મુકૂટ માથે પહેરે છે, તે કલ્પિત માળાઓ યુક્ત છે, તેનું શરીર
63