________________
૭૧૦. તે એકલો પરિષદમાંથી ઉઠી કહે છે આ પંખીને હું મારીશ એમ કહી તે
તિત્તર, લાવક, વર્તક અને કપિંજલ કે અન્ય ત્રસ જીવને હણે છે. આમ ઉપેક્ષા કરે છે. તે એકલો કશું પણ લેવાની વિરૂદ્ધ હોઈ અથવા ખળાનું દાન કે શરાબનું વાસણને લઈ ગૃહપતિ કે તેના પુત્રના અનાજના ખેતરોને અગ્નિથી બાળે છે અન્ય વડે બનાવે છે કે અન્ય તેમ કરતું હોય તો તેને અનુમતિ આપે છે. તે એકલો લેવાને વિરૂદ્ધ હોઈ, સ્વમાનથી કે ખળાનું વળતર બરાબર ન કરવાથી, શરાબનો વાટકો પુરો ન આપવાથી ગૃહપતિ કે તેના પુત્રના ઊંટના, બળદોના, ઘોડાઓના કે ગર્દભોના ખૂરો કાપે છે, અન્ય વડે કપાવે છે કે અન્ય તેમ કરતો હોય, તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે. તે એકલો કાંઈ લેવાને વિરૂદ્ધ હોઈ, સ્વમાનથી કે ખળાના દાનથી કે શરાબના વાસણથી, તે ગૃહપતિ કે તેના પુત્રની ઊંટની શાળાઓ, ગો શાળાઓ, ઘોડાની શાળાઓ અને ગર્દભ શાળાઓ ઉપર કાંટાવાળી ડાળિઓ મૂકી તે અગ્નિથી બાળે છે, બળાવે છે, કે અન્ય બાળતો હોય તો તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે અને આત્માને ઉપેક્ષે છે. તે એકલો કાંઈ પણ લેવાની વિરૂદ્ધ હોઈ, સ્વમાનથી, કે ખળાના દાનથી, શરાબના વાસણથી, ગૃહપતિ કે તેના પુત્રના, કુંડલો, દોરી, મણિ કે મોતી પોતે લૂંટે છે કે અન્ય વડે લૂંટાવે છે, કે અન્ય લૂંટતો હોય તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે, આત્માને ઉપેક્ષે છે. તે એકલો કાંઈ પણ લેવાની વિરૂદ્ધ હોઈ, સ્વમાને કે ખળાના દાનથી કે શરાબના વાસણથી, શ્રમણ માહણોની છત્રી, દંડો, પાત્ર, માટલું, લાઠી, દવા, વસ્ત્ર, માળા, ચામડું, ચામડી છેદવાનું અસ્ત્ર, ચામડાની થેલી, ચોરી જાય છે, ચોરાવે છે કે અન્ય ચોરતાં હોય તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે અને આત્માને ઉપેક્ષે છે. તે એકલો પૃચ્છા કર્યા વિના, ગૃહપતિ કે તેના પુત્રની ઔષધિઓને બાળે છે, અન્ય બાળતો હોય તો તેને અનુમતિ આપે છે. આમ તે મોટું
61
.