________________
તે એકલો રસ્તા પર ધાડપાડુંનો ભાવ સાંધવા, તે જ રસ્તા ઉપર ઊભો રહી, હણે છે, છેદે છે, ભેદ છે, છુપાવે છે, નાશ કરે છે, ઉદ્રવ કરી, આહાર કરે છે, તેથી તે મોટાં પાપી કૃત્યો કરી આત્માને ઉપેક્ષે છે. (૩) તે એકલો કરાર, છેદવાના હેતુએ ત્યાં જ સંધિ છેદે છે, ભેદે છે, આમ તે મોટું પાતક કરે છે. તેથી તે પોતાના આત્માની ઉપેક્ષા કરે છે. (૪) તે એકલો, ખીસાં કાપવાનો ભાવ સાંધવા, ખીસાં કાપે છે, ભેદે છે. આમ તે મોટું પાપ કરે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૫). તે એકલો, ઘેટાં મેળવવાનો ભાવ સાંધવા, તે ઘેટાંને કે અન્ય ત્રસ જીવને હણે છે. તેથી મોટું પાપ કરે છે, અને તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૬) તે એકલો સૂવર મેળવવાનો ભાવ સાંધવા, ભેંસને કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૭) તે એકલો શિકારીનો ભાવ સાંધવા હરણ કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૮). તે એકલો પંખી મારવાના હેતુએ પંખી કે અન્ય ત્રસ જીવને હણે છે. તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૯) તે એકલો માછીમારનો ભાવ સાંધવા, માછલું કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૧૦). તે એકલો ગાયને મારવાનો ભાવ સાંધવા, ગાય કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૧૧) તે એકલો ગાય પાળવાનો ભાવ સાંધવા, ગાયની પાછળ જતો, પીછો પકડી તેને હણે છે. આમ તે આત્માની ઉપેક્ષા કરે છે. (૧૨) તે એકલો, શ્વાન મારવાના ભાવને સાંધવા, શ્વાન કે અન્ય ત્રસ જીવને હણે છે અને આત્માને ઉપેક્ષે છે. (૧૩). તે એકલો શ્વાન વડે શિકાર કરવાનો ભાવ સાંધવા, કોઈ માણસ કે અન્ય ત્રસ જીવને હણે છે, તેનો આહાર કરે છે. તેથી તે મોટું પાપ કર્મ કરે છે અને પોતાના આત્માની ઉપેક્ષા કરે છે. (૧૪)
59