________________
લક્ષણો, પાકશાસ્ત્ર, દ્રવ્યનો હોમ કરવો, ક્ષત્રિય વિદ્યા, ચંદ્ર ચરિત્ર, સૂર્ય ચરિત્ર, શુક્ર ચરિત્ર, બૃહસ્પતિ ચરિત્ર, ઉલ્કાપાત, દિશાદાહ, મૃગચક્ર, કાગડાઓનું ગોળ ફરવું, ધૂળવૃષ્ટિ, વેતાલી, અર્ધ વેતાલી, કેશવૃષ્ટિ, માંસવૃષ્ટિ, રૂધિરવૃષ્ટિ, અવસર્પિની, તાળું ખોલવાની વિદ્યા, શોવાંગિ, શાવરી, દામિની, કાલિંગી, ગોરી, ગાંધારી, અવપતની, ઉત્પતની, જંભિણી, ચંભિણી, લેશની, શ્લેશિની, આમય કરણી, વિશલ્ય કરણી, પ્રક્રમણી, અંતરદ્ધાણી, આચમણી, ઇત્યાદિ વિદ્યાઓ અન્નના હેતુથી, પીવાના હેતુથી, વસ્ત્રોના હેતુથી, લેપના હેતુથી, શયનના હેતુથી, અન્ય કારણે પણ, યોજે છે. જાદા જાદા કામભોગો મેળવવા તે યોજે છે. આમ તે મેલી વિદ્યાઓ સેવે છે. તે અનાર્યો વિપરિત જ્ઞાન વડે પાપી કૃત્યો કરે છે. જ્યારે વખત આવે ત્યારે કાળ કરી અસુરોની પાપી જગ્યાએ ઉપજે છે, ત્યાં ભોગો ભોગવી, ત્યાંથી છૂટી, ઘેટાની માફક મૂંગા અને આંધળા થઈ ઉપજે છે.
૭૦૯. તે એકલો આત્મ હેતુએ, જ્ઞાતિ હેતુએ, ઘરના હેતુએ કે પરિવારના હેતુએ
નાયક કે તેનો સહવાસી, કે તેની નિશ્રાએ, કે અનુગામી તરીકે (૧), અથવા ઉપચર તરીકે (૨), અથવા રસ્તા પર ધાડપાડું તરીકે (૩), કરાર ભાંગે (૪), અથવા ખીસા કાપે (૫), અથવા ઘેટાં રાખે (૬), અથવા સૂવર રાખે (૭), અથવા શિકારી થાય (૮), અથવા પંખી રાખે (૯), અથવા માછીમાર થાય (૧૦), અથવા ગાયો પાળે (૧૧), અથવા ગાયો મારે (૧૨), અથવા શ્વાન રાખે (૧૩), અથવા શ્વાન વડે શિકાર કરે (૧૪). તે એકલો અનુગામીનો ભાવ સાંધવા, જાણતાં, જાણતાં હણે છે, છેદે છે, ભેદે છે, છુપાવે છે, નાશ કરે છે, ઉદ્રવ કરે છે, પછી આહાર કરે છે. આમ તે, મોટાં પાપી કૃત્યો કરી આત્માની ઉપેક્ષા કરે છે. (૧). તે એકલો સેવકનો ભાવ સાંધવા તે નજીક જાય છે, અને હણે છે, છેદે છે, ભેદે છે, છુપાવે છે, નાશ કરે છે, ઉદ્રવ કરી આહાર કરે છે. આમ તે મોટાં પાપી કૃત્યો કરી આત્માની અવહેલના અને અવગતિ કરે છે, ઉપેક્ષા કરે છે. (૨)
57