________________
અન્ય પ્રકારના હોઈ, પોતાને અન્ય ગણાવે છે. અન્ય કહે છે પણ તે પોતે તેથી અન્ય છે. પૂછે એક તો જવાબ બીજો હોય. કોઈ પુરૂષ કહે છેઃ કાંટો વાગ્યો છે તે શરીરે ભરાયો છે, તે કાંટાને બહાર ન કાઢે, બીજા વડે પણ ન કઢાવે, તેનો નાશ ન કરે, આમ તે છુપાવે છે. કાંટો ન કાઢવાથી તે શરીરમાં વધારે અંદર જાય છે. આમ તે કપટી માણસ માયા કરે છે. તેની આલોચના કરતો નથી, તે પ્રતિક્રમણ કરતો નથી, નિંદા કે ગણા નથી કરતો, તે સુધરે નહિ, વિશોધન કરવા તૈયાર નથી. તે આર્યના તપો અને પ્રાયશ્ચિત નથી કરતો. માયા આ લોકે તરી આવે છે, પરલોકે પણ પ્રત્યાય દે છે. નિંદાની પ્રશંસા કરે છે. તે આચરે છે અને તેમ જ વર્તન કરે છે, થોભાવે નહીં. તે દુષ્કર્મ છુપાવે છે. કપટીને શુદ્ધ વેશ્યાથી સમાધાન ન થાય, તે પ્રકારનું સર્વ સાવર્જ કહ્યું છે. આ અગિયારમું ક્રિયાસ્થાન, માયાવૃત્તિનું કહેવાય છે.
૭૦૬. હવે બારમું ક્રિયાસ્થાન લોભવૃત્તિનું કહ્યું છે. જેમ કે:- અહીં જે
આરણ્યવાસી તાપસો છે તે ગામના અંતે આવી કયાં પણ વસે છે. તે બહુસંયમી નથી હોતા, ઘણી વિરતિ સર્વે જીવો કે સત્તાઓ વિષે નથી કરતાં, તે પોતાને ફાવે તેમ સાચું ખોટું યોજે છે - અમને ન મારો, અન્યને મારો, મને દુઃખ ન આપો, અન્યને આપો. મને ન ઘેરો, અન્યને ઘેરો. મને પરિતાપ ન કરાવો, અન્યને પરિતાપ કરાવો, મને ઉપદ્રવ ન કરો, અન્યને ઉપદ્રવ કરો. આવી રીતે તે સ્ત્રી વિષયોથી લંપટ તેમાં મૂચ્છ પામેલાં, આસક્ત થયેલાં, ઘણી ગહના કરતાં, જ્યારે કારણ ઉપજે ત્યારે ચાર પાંચ વર્ષો પછી કે છથી દસ વર્ષે, થોડા ઓછા કે વધારે સર્વ જાતના ભોગો ભોગવી, કાળ આવે ત્યારે મરણ પામી અવતરે અસૂરોના પાપી અને ગંદા સ્થાને એડકાની જેમ મૂંગા થઈ ઉપજે છે. તે કાળા અંધારાની જેમ ત્યાં રહી વર્તાય છે. તેથી આ જાતના કર્મો સાવર્જ કહ્યાં છે. આ છે બાઓ સ્થાન, એમ કહ્યું છે.