________________
માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી, પિંછ, પુરછ, વાળ, સિંગ, હાથી કે ગેંડાના દાંત, દાંત, દાઢ, નખ, સ્નાયુના રજ્જુ, હાડકું કે હાડકાની મજ્જા, આમાંથી એક કે વધારે કે સર્વેના અર્થે, હિંસા કરે નહિ, કરાવે નહિ કે, બીજાને સન્મતિ ન જ આપે. પુત્રપોષણ માટે, પશુપોષણ માટે, ઘરવૃદ્ધિ માટે, શ્રમણ માહણના વૃત્તિ અર્થે, તે જીવોના શરીરમાં જરા પણ ફેરફાર કરે નહિ, તેને હણે નહિ, છેદે નહિ, ભેદે નહિ, સંતાડે નહિ કે નાશ કરે નહિ. તેને ઉદ્રવ કરે નહિ, કે તેમ કરી છોડી દે નહિ. જો હિંસા કરે તો તે વેરનો ભાગી થાય છે. આ છે અનર્થ દંડ વૃત્તિના કૃત્યોનું
સમાદાન.
(૨) કોઈ માણસ જે અહીં સ્થાવર જીવો છે, જેમ કે :- ઈક્કડા, કઠીણા, જંતુગા, પરગા, મોરકા, તૃણ, કુશ, કુચ્ચકા, પર્વગા, કે પલાલ હોય, તે પુત્રપોષણ માટે નહિ, પશુપોષણ માટે નહિ, ઘ૨પોષણ માટે નહિ, શ્રમણ માહણ પોષણ માટે નહિ, તે જીવોના શીરોમાં જરા પણ ફેરફાર કરે નહિ, તેને હણવું, છેદવું, ભેદવું, સંતાડવું, નાશ કરવો, ઉદ્રવ કરી નાંખવો અને ત્યાગ કરવો; આમ હિંસા કરવાથી વેરનો ભાગી થાય છે, કોઈ જાતના કારણ વિના.
(૩) કોઈ માણસ, કચ્છમાં, દાઝેલી જગ્યામાં, પાણીવાળી જગ્યાએ, ભેજવાળી જગ્યાએ, વળાંકમાં, નીચી જગ્યાએ, ઊંડીખાડીમાં, દુર્ગમ જગ્યાએ, વનમાં, વનમાંના કિલ્લામાં, ઘાસ ખેંચી કાઢે, તેના ઢગલાં કરી જુદી જુદી જગ્યાઓએ બાળે, બળાવે, કે અનુમતિ આપે, તેથી તે સાવર્જ - અનર્થા દંડના કર્મ પ્રાપ્ત કરે છે. આ સર્વે સાવર્જ છે. આ છે બીજાં અનર્થો દંડ વૃત્તિનું સમાદાન.
૬૯૭. હવે ત્રીજું સમાદાન તે હિંસા દંડ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ મારા, મારી કે અન્ય, અન્યી, હોય તેને મારે છે, મરાવે છે, તે પોતેજ તે જીવને હણે છે, ત્રસસ્થાવર જીવો, હણાવે છે કે અન્ય હશતાંને અનુમતિ આપે છે. આ
45