________________
અધ્યાય બીજો કિયાસ્થાન
૬૯૪. હે આયુષ્માન ! મને સાંભળ, ભગવંતે આમ કહ્યું છે - આ અધ્યાયનું
નામ ક્રિયા સ્થાન છે. તેનું કારણ આમ છેઃ જોડેલા હોવાથી આ બન્ને સ્થાન સંયુક્ત છે. જેમ કે:- ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત. હવે પ્રથમ સ્થાનનો અધર્મ પક્ષનો વિભંગ જે છે તેનો હેતુ આમ છે - આ લોકે પૂર્વથી માંડી ચારે દિશાઓમાં માણસો ઉપજે છે, આર્ય વર્ગના, અનાર્ય વર્ગના, ઉચ્ચ ગોત્રના, અને નીચા ગોત્રના, સારી કાયાવાળા, નાની કાયાવાળા, સુવર્ણ વર્ણના, ખરાબ વર્ણના, રૂપવાન કે કદ્રૂપા વર્ગના. તેમને જ આ પ્રકારનો દંડ થાય છે તે જાણો. જેમ કે:- નારકીઓને, તિર્યંચ યોનીઓને, માણસોને કે દેવોને, આ પ્રકારના જીવો વેદના વેઠે છે. તેમને આ તેર ક્રિયાસ્થાનો થાય છે એમ કહ્યું છે. જેમ કે - અર્થ દંડ(૧), અનર્થદંડ(૨), હિંસા દંડ(૩), અકસ્માત દંડ(૪), દ્રષ્ટિવિપર્યાસ દંડ(પ), મોષ વૃત્તિ(૬), અદિન્નાદાણ વૃત્તિ(૭), અધ્યાર્થ વૃત્તિ(૮), માન વૃત્તિ(૯), મિત્રદોષ વૃત્તિ(૧૦), માયા વૃત્તિ(૧૧), લોભ વૃત્તિ(૧૨), ઇરિયા પથિકે(૧૩).
૬૯૫. પહેલું દંડ સમાદાન તે અર્થ દંડ વૃત્તિનું છે, કોઈ પુરૂષ આત્મ હતુ,
જ્ઞાતિના હેતુ, ઘરના હેતુ, પરિવારના હેતુ, મિત્રના હેતુ, કે નાગ, ભૂત, કે યક્ષના હેતુથી, તે ત્રણ સ્થાવર જીવોને દંડે છે, પોતે કે બીજા વડે અથવા દંડતો હોય તેને અનુમતિ આપે છે. આ સર્વે, તે જાતનું, સાવર્જ કહ્યું છે. આ પ્રથમ દંડ સમાદાન, અર્થ દંડ વૃત્તિનું કહ્યું છે.
૬૯૬. (૧) હવે બીજાં દંડ સમાદાન તે અનર્થદંડ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ
અહીં જે ત્રસ જીવો છે, તે પૂજા અર્થે નહીં, ચામડા માટે નહીં,
43