________________
તે રતી અરતી, માયામોહ અને મિથ્યા દર્શન શલ્ય દૂર કરે આમ તે ઉપશાંત થઈ વિરતિ કરે.
૬૮૪. તે ભિક્ષ, સર્વે ત્રસ સ્થાવર જીવોને પોતે હણે નહિ, હણાવે નહિ કે કોઈ
હણતો હોય તેને અનુમતિ આપે નહિ. આમ મોટા પાપો ન કરે, ઉપશાંત થઈ પ્રતિવિરતિ કરે.
૬૮૫. તે ભિક્ષુ અહીંસર્વ સચિત્ત કે અચિત્ત કામભોગોને સ્વયં ન લે, બીજા વડે ન
લેવરાવે, લેતો હોય તેને હા પાડે નહીં. આથી તે મોટા પાપોને મેળવે નહીં. તેથી ઉપશાંત થઈ પ્રતિનિવૃત્તિ કરે.
૬૮૬. આ સંસારે જે કર્મો કરાય છે તે, ભિક્ષુ જાતે ન કરે કે કરાવે અથવા કરતાને
અનુમતિ આપે નહિ, આમ તે મોટાં પાપોથી કર્મ ન બાંધે, ઉપશાંત થઈ વિરતિ કરે.
૬૮૭. તે ભિ જાણે કે અહીં ખાનપાન વિગેરે ચાર ખાદ્યો જે પ્રત્યાય છે. તે એક
સધાર્મિકને ઉદ્દેશી, કરેલ, મળેલ, છેદ્યા વિનાનું, બહારથી આણેલું, બજારથી વેચાતું લાવેલું, ઉદ્દેશથી લાવેલું ચેતનવાળું હોય તો તે જાતે ખાય નહીં. બીજાને ખવરાવે નહીં. જો કોઈ તે ખાતો હોય તો તેને અનુમતિ આપે નહીં. આમ તે મોટાં પાપોથી બચી જાય છે અને ઉપશાંત થઈ વિરતિ કરે છે.
૬૮૮. હવે તે ભિક્ષુ આ જાણી લે, જેમ કે જ્યાં ખાવાનું છે ત્યાં તે જાય, ત્યાં
ચેતનાથી ઊભો રહે, જેમ કે - પોતા માટે, પુત્ર માટે, દીકરી માટે, વહુ માટે, ધાત્રી માટે, જ્ઞાતિ માટે, રાજા માટે, દાસ અને દાસીઓ માટે, સેવક અને સેવિકાઓ માટે, આદેશ કરી જાદું મુકાવે છે, તે છે સર્વ સવારના નાસ્તા માટે, સર્વ માણસો માટે, ભોજન અર્થે હોય છે. હવે તે ભિક્ષુ જાણે છે કે તે બીજા માટે કરેલું છે. તેમના માટે જ નિશ્ચિત કરેલું છે. સારી રીતે બતાવેલું, એષણાથી શુદ્ધ, શસ્ત્ર વડે સમારેલું, પૂરું