________________
સત્તાઓને હણે નહિ, દુઃખ આપે નહિ, ઘેરે નહિ, પરિતાપ કરે નહિ કે ઉપેદ્રવ કરે નહિ.
૬૮૦. તે બોલ્યા:- જે ભૂતકાળના, જે વર્તમાન કાળે છે, જે ભવિષ્યમાં થશે, તે
અરહંત ભગવંતોએ આમ કહેલું, કહે છે અને કહેશે પણ, ભાખે છે અને ભાખશે. પ્રરૂપેલું છે, પ્રરૂપે છે અને પ્રરૂપણા કરશે, કે સર્વે પ્રાણો, સર્વે જીવો અને સર્વે સત્તાઓને હણે નહિ, મારે નહિ, ઘેરે નહિ, પરિતાપ કરે નહિ, કે ઉપદ્રવ પણ કરે નહિ. આ ધર્મ ધૂવ છે, નિત્ય છે, શાશ્વત છે. આ, લોકો પાસે જાણકારે કહ્યો છે.
૬૮૧. તેથી તે ભિક્ષુ વિરતિ કરે છે, પ્રાણાતિપાતથી તે પરિગ્રહ સુધી. તે દાંત
સાફ કરી ધોવે નહીં. ન અંજન કે વમન કરે, ધમ્ર પણ ન પીએ.
૬૮૨. તે ભિક્ષુ ક્રિયા ન કરે, ઈજા ન કરે, ક્રોધ ન કરે, માન અને માયા પણ ન
કરે. લોભ ત્યાગે, ઉપશાંત થઈ નિવૃત્તિ લે. પૂર્વેથી જ ઇચ્છા ન કરે. આ મેં જોયું છે, સાંભળ્યું છે, મનથી જાણ્યું છે, વિજ્ઞાને જાણ્યું છે. અહીં સારા ચારિત્ર, તપ નિયમ બ્રહ્મચર્ય પાળી કે યાત્રા માત્રાથી જીવન ગુજારવાની વૃત્તિએ, ધર્મ કરી, અહીંથી છૂટી, મરણ પામી દેવ થઈશ, કામભોગોમાં મજા કરીશ, સિદ્ધ કે દુઃખ વિનાની શુભ જગ્યાએ જઈશ, ભલે તે ત્યાં હોય કે નહીં.
૬૮૩. તે ભિક્ષુ શબ્દ, રૂપ, રસ, ગંધોથી, મૂચ્છ ન કરે. સ્પર્શની મૂચ્છ ન કરે.
ક્રોધ, માન, માયા, લોભ આ સર્વેથી પણ મૂચ્છ ન કરે. પ્રીતિ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (આળ), પશુન્ય પણ ન કરે, કામભોગો ત્યાગે અને મિથ્યાત્વરૂપી શલ્યને દૂર કરે. આમ તે મોટા પાપોથી નિવૃત્ત થાય.
-
35