________________
૬૬૯. આ બુદ્ધિમાન પૂર્વેથી જ આમ જાણે છેઃ- આ મારાં અન્યતરે દુઃખો, રોગો, જે ઉપજ્યાં છે તે, અનિષ્ટ છે, રડાવે છે, અપ્રિય છે, અશુભ છે, સમજાય તેવાં નથી, મારાં મનમાં નથી, તે દુ:ખ છે, સુખ નથી. આ સર્વે ફેરવી દે, આ સર્વે હે ભયતા૨ક કામભોગો ! આ મારાં અન્યતરે દુઃખો, રોગો, તું ફેરવી નાંખ. તે ઇષ્ટ નથી, આત્યંત છે, અપ્રિય છે, અશુભ છે, સમજાય તેવાં નથી, મનમાં પણ નથી, તે દુ :ખ દે છે સુખ નથી દેતાં. તેથી એમ ક૨ કે મને દુઃખ ન થાય, શોક ન થાય, ઝૂરવું ન પડે, ટિપાવું નહિં, પીડાવું નહિં, પરિતાપ પણ ન થાય, તેથી આ સર્વેથી મને મુક્ત કરે, તે દુઃખ દે છે, રડાવે છે, અપ્રિય છે, સુખ નથી, સમજાય તેવાં નથી, મારા મનમાં પણ નથી, તે દુઃખો છે, સુખ નથી. આમ પૂર્વેથી જ તે ન મળે.
૬૭૦. અહીં કામભોગો ન તારે કે રક્ષણ આપે. પહેલાં કોઈ વા૨ પુરૂષે કામભોગોને ત્યજેલાં અથવા કામભોગોએ તે પુરૂષનો ત્યાગ કરેલો. તેથી કામભોગો તે અન્ય અને હું પણ તેમનાથી અન્ય. તો શું કામ અમે અન્યોન્યથી કામભોગોમાં મૂર્છા પામીએ છીએ? આ જાણી અમો તે કામભોગોને મૂકી દઈએ, ત્યાગીએ.
૬૭૧. તે બુદ્ધિમાન જાણે છે કે આ બહારનું છે. આથી જ રાગ ઊપજે છે. તેથી માતા, પિતા, ભાઈ, ભાર્યા, છોકરી, બહેન, પુત્ર, પુત્રી, નાતિયો, વહુ, નોકર, ચાક૨, મિત્ર, સ્વજનો, પરિચિત પુરૂષો, આ મારી સાથે રહે છે. તે પણ મારાજ છે. અને હું પણ તેમનો જ છું.
૬૭૨. તે બુદ્ધિમાન પૂર્વેથી જ જાણે છે કે સર્વે તેના જ છે, - અહીં મારાં અન્યતરે દુઃખો, રોગાંતકો, બધાં જે ઉપજે છે, તે અનિષ્ટ છે, તે દુ :ખ દે છે, સુખ નહીં. તેથી હું ભયતારક જ્ઞાતિઓ ! મારાં ખા અન્યતરે સર્વ દુઃખો, રોગાંતકોને ફેરવી નાંખો, દૂર કરો, તે દુઃખ દે છે, સુખ નથી આપતાં, જેથી તેમને દુ :ખ ન દે, પરિતાપ ન કરાવે, તેથી મને તે સર્વેથી મુક્ત કરો, પણ આમ પૂર્વે ન મળે.
29