________________
૬૫૪. હવે બીજો પુરૂષ પાંચ મહાભૂતો વિષે કહે છેઃ- આ લોકે, ચારે દિશાઓમાં જુદી જુદી જાતના માણસો થાય છે. કોઈ આર્ય વર્ગના તો કોઈ અનાર્ય વર્ગના, કુરૂપ વર્ગના સુધી જાણવું. તેમાંથીજ કોઈ મહાન વ્યક્તિ રાજા થાય છે. તેની પરિષદે મોટા માણસો આવે છે, સેનાપતિ અને તેના પુત્ર સુધી જાણવું. તેમાંથી કોઈ એકને શ્રદ્ધા થાય છે. ત્યાં શ્રમણ અને બ્રામ્હણો ઇચ્છાથી જાય છે. કોઈ એક પંથનો માણસ કહે છેઃ- હું આ ધર્મનો સારો જાણકાર છું. હું ધર્મોપદેશ આપીશ. આ ધર્મ ભયથી તારે છે તે જાણો. આ ધર્મમાં હું નિપુણ છું.
૬૫૫. અહીં પાંચ મહાભૂતો છે, જે બનાવાયા નથી, ક્રિયા કે અક્રિયા, સુકૃત્ય કે દુષ્કૃત્ય, કલ્યાણ કે પાપ, સાધુ કે અસાધુ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક કે ન નક, આમ અંતે તૃણમાત્ર સુધી ઘટાવી શકાય.
૬૫૬. તે શબ્દોનો ઉદ્દેશ જાદો જુદો હોવાથી તે વાત સરખી રીતે સાંભળઃપૃથ્વી એક મહાભૂત છે, પાણી, તેજ, વાયુ અને આકાશ આ એકેક મહાભૂત છે. આમ પાંચ મહાભૂતો થયા, તે નિર્માણ કર્યાં નથી, કોઈએ ઉપજાવ્યાં નથી, તે કરેલા નથી, તેથી કૃત્રિમ નથી. તે અનાદિ છે, ધણી વિનાના છે, વાંઝણા નથી, પુરોહિતે કર્યાં નથી. તે સર્વદા છે, શાશ્વત છે અને આત્મા છઠ્ઠો છે.
૬૫૭. ફરી આમ કહ્યું છેઃ- છે તેથી નાશ નથી, નથી તેથી ન સંભવે. આ જીવકાયા છે, આ સર્વ લોક છે, આ લોકના કરવાનું મુખ છે, આમ તૃણ માત્ર સુધી જાણવું.
તે કરવું, કરાવવું, હણીને ઘાત કરવો, રાંધવું કે ગંધાવવું, આમ છેલ્લે પુરૂષ સુધી પણ, વેચે, ઘાત કરે, આ સર્વેમાં દોષ નથી તે જાણી લો.
૬૫૮. હવે તે અહીં વિરોધી જવાબ નથી આપતો, જેમ કે:- ક્રિયાથી માંડી નરક નથી ત્યાં સુધી. આમ જ તે લોકો વિવિધ જાતના કર્મ સંમારભો કરી
19