________________
છે. ત્યાં એક માણસ કહે છે હું ધર્મમાં પારંગત છું, તેનો જ્ઞાની છું. આ ધર્મ ભયથી તારે છે. હું તેનો ઉપદેશ આપીશ.
૬૬૪. અહીં બે જાતના પુરૂષ થાય છે, એક પુરૂષ ક્રિયાને કહે છે, ત્યારે બીજો
એક અક્રિયાને કહે છે. જે પુરૂષ ક્રિયા વિષે કહે છે અને જે અક્રિયા વિષે કહે છે, તે બન્ને પુરૂષો સરખા છે, એક જ કારણ હોવાથી તુલ્ય છે.
જ્યારે કારણ આવે ત્યારે તે મૂઢ આમ જવાબ આપે છે; જેમ કે - જ્યારે મને દુઃખ થાય, શોક થાય, ગૂરૂં, પીટાવું કે પીડા પામું ત્યારે હું તે પ્રકાશું છું. જ્યારે બીજો દુઃખ પામે, શોક કરે, ઝૂરે, ટિપાય, પીડાય કે પરિતાપ પામે ત્યાં બીજો તે પ્રકાશમાં લાવે છે. તે મૂઢ, કારણ આવે આમ જવાબ આપે છે. તે બુદ્ધિમાન કારણ આવે આમ જવાબ આપે છે - હું પણ દુઃખ પામું છું, શોક કરું છું, મૂરું , ટીપાઉ છું, પીડાવું છું અને પરિતાપ પામું છું. છતાં હું તેમ કહેતો નથી. વળી બીજો પણ જ્યારે દુઃખ પામે, કે પરિતાપ પામે ત્યારે તે બીજો પણ તે કહે નહીં. આમ તે બુદ્ધિમાન પોતાને કારણે કે પરના કારણે, કારણ આવે, આવો જુદો જવાબ દે છે.
૬૬૫. તે કહે છે:- પૂર્વથી માંડી ચારે દિશાઓમાં ત્રણ સ્થાવર જીવો હત્યા કરે
છે, ભેગાં થાય છે, તેથી તે આમ પર્યાયોમાં આવે છે, ઉપજે છે, વિવેકમાં આવે છે, અને મૂકાય છે. તે આમ સંગતિ કરે છે, ઉપેક્ષાથી આમ જવાબ ન દે, જેમ કે:- ક્રિયાથી માંડી નરક કે નરક નથી ત્યાં સુધી. આમ તે વિવિધ જાતનાં કર્મ સમારંભ કરે છે, અનેક જાતના કામભોગો કરી મજા કરે છે, આમ તે અનાર્યો વિપરીત જ્ઞાન વડે તેમાં શ્રદ્ધા કરે છે. તેથી તે કોઈની મદદ માંગતા નથી કે સંસાર પાર થતા નથી. આમ કહ્યું છે.
25.