________________
(૫) ત્યાં એક પુષ્કરિણી છે, પૃથ્વીમાં થાય છે, તેથી - પૃથ્વીજ શ્રેષ્ઠ છે. તેમજ ધર્મોમાં પ્રથમ પુરુષજ શ્રેષ્ઠ છે.
(૬) ત્યાં પાણીનું કમળ છે, તે પાણીમાં ઉપજે છે તેથી પાણીજ શ્રેષ્ઠ છે. તેમજ ધર્મોમાં આદિ પુરુષજ શ્રેષ્ઠ છે.
(૭) ત્યાં પાણીમાં પરપોટો છે, તે પાણીમાં થાય છે, તેથી પાણીજ શ્રેષ્ઠ ગણાય છે. તેમજ સર્વ ધર્મોમાં આદિ પુરૂષ જ શ્રેષ્ઠ દેખાય છે.
૬૬૧. જે કાંઈ અહીં શ્રમણ નિગ્રંથોના માટે યોજેલા બાર અંગનું ગણીપિટક છે, તે આચારાંગથી દૃષ્ટિવાદ સુધીનું, તે સર્વ મિથ્યા છે, તે સાચું નથી, તે હિતકર્તા નથી, તે કહે છે આ સાચું છે, હિતકર છે, હિતને ધારણ કરે છે, તે આવી સંજ્ઞા કરે છે, સાંચવે છે, સ્થાપે છે, અને સ્થપાવડાવે છે. તેથી જ, જેમ પાંજરામાંનું પંખી દુઃખી રહે છે, તેમજ આ જાતનું કહેવાથી દુ:ખ દૂર ન થાય, તે દુ:ખીજ રહે.
૬૬૨. તે આમ બરાબર જવાબ નથી આપતો, જેમ કે:- ક્રિયાથી માંડી નરક નથી, ત્યાં સુધી, આમ જ તે વિવિધ જાતનાં કર્મ સમારંભો કરી કામભોગો માં આસક્ત થઈ મજા કરે છે. આમ તે અનાર્યોની બુદ્ધિ વિપરીત હોય છે. તેમનામાં શ્રદ્ધા કરતાં, તેની પ્રાપ્તિ કરતાં, તે કોઈને બોલાવે નહીં, કે બીજાની મદદ માંગે નહીં, તેથી તે આમજ કામભોગોની આસક્તિ વડે દુઃખથી પીડાય છે. આમ ત્રીજો પુરૂષ જાય છે.
૬૬૩. હવે ચોથો પુરૂષ આવે છે, તે નિયતિવાદી છે, એમ કહ્યું છે. આ લોકે ચારે દિશામાં ગતિપ્રમાણે માણસો આવે છે અહીંથી સેનાપતિ પુત્ર સુધીનું કહેવું. તેમાંથી કોઈને શ્રદ્ધા ઊપજે છે. ત્યાં શ્રમણ માહણો ઇચ્છાથી આવે
23