________________
વિવિધ જાતના કામ ભોગો ભોગવે છે અને મોજ કરે છે. આમ જ, તે અનાર્યા વિપરીત બુદ્ધિ વડે, જ્ઞાન વડે, તેમાં શ્રદ્ધા કરે છે, તેને પ્રાપ્ત કરે છે. તેથી તે કોઈની સલાહ કે મદદ ન માંગે, અને સંસાર પાર ન થાય. તે કામભોગોથી પીડાતો સંસાર ભ્રમણ કરે છે. આમ પંચમહાભૂતવાદી બીજો પુરૂષ જાય છે.
૬૫૯. હવે ત્રીજો માણસ ઈશ્વ૨ને દુનિયાની ઉત્પત્તિ માટે કારણભૂત માને છે, એમ કહ્યું છે ઃ- આ લોકમાં અનુક્રમે ચારે દિશાઓમાં પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. જેમ કે આર્ય વર્ગના, વિગેરે, તેમાંથીજ એક મહાન પુરૂષ રાજા થાય છે, અહીંથી સેનાપતિ પુત્ર સુધીનું જાણી લેવું. તેમાંજ કોઈ એકને અન્યતર ધર્મમાં શ્રદ્ધા થાય છે. ત્યાં શ્રમણ માહણો ઇચ્છાથી આવે છે. તેમાંથી અન્યત૨ પંથનો કોઈ કહે છે આ ધર્મમાં હું પ્રવીણ છું, જ્ઞાની છું.
૬૬૦. આ ધર્મ છે, આદિ પુરૂષનો, સર્વશ્રેષ્ઠ પુરૂષનો, પુરૂષે - ઉપજાવેલો, પ્રકાશિત કરેલો, તે પુરૂષમાં જ સમન્વય કરે છે તેથી તે પુરૂષજ મહાન છે. (૧) મને ગાંઠ ઊપજી છે, તે શરીરમાં થાય છે, વધે છે, શરીરમાંજ સમાય છે. તેથી શરીર જ મહાન છે. તેથી ધર્મમાં આદિપુરુષજ સર્વશ્રેષ્ઠ છે.
(૨) મને દુઃખ થાય છે, તે શરીરે ઊપજે છે, વધે છે, શરીરમાં સમાય છે, તેથી શરીર જ શ્રેષ્ઠ છે. તેમ ધર્મમાં આદિ પુરૂષજ સર્વથી મહાન ગણાય છે.
(૩) મારે ત્યાં ઉધઈ થઈ છે, તે પૃથ્વીમાં ઉપજે છે, વધે છે, તેમાં જ સમાય છે, તેથી પૃથ્વીજ મહાન દેખાય છે. તેથી આદિ પુરુષજ સર્વમાં મહાન દેખાય છે.
(૪) ત્યા એક વૃક્ષ છે, તે પૃથ્વીમાં ઉપજે છે, વધે પણ છે, પૃથ્વીમાંજ સમાય છે, તેથી પૃથ્વીજ શ્રેષ્ઠ મનાય છે. તેમ જ ધર્મોમાં આદિ પુરુષ મહાન ગણાય છે.
21