________________
૬૫૦. જે શાસ્ત્રથી તે કહે છે “અન્ય જીવ અને અન્ય શરીર.” ત્યારે તે આમ
બતાવતો નથી કે - (૧) તલવાર મ્યાનમાંથી ખેંચી બતાવે, તલવાર અને મ્યાન જુદા જુદા
છે તેમ શરીરને જીવથી જાદો નથી બતાવતો.
(૨) મુંજ ઘાસ અને સળીઓ છે તેમ બતાવી શકાય, પણ શરીર અને
જીવ જુદા છે એમ નથી બતાવતો.'
(૩) માંસમાં હાડકું છે તેમ બતાવી શકાય (જાદા કરી) તેમ શરીરને
જીવથી જાદુ ન બતાવી શકાય.
(૪) હથેલીમાં આમળું બતાવી શકાય તેમ શરીરને જીવથી જાદો ન
બતાવી શકાય.
(૫) દહીંમાં માખણ છે તે જાદુ કરી બતાવી શકાય પણ જીવને શરીરથી
જાદો કરી ન બતાવી શકાય.
(૬)
તલના તેલ છે તે જુદું કરી બતાવે પણ જીવને શરીરથી જુદો કરી ન બતાવી શકાય.
(૭) શેરડીમાં રસ છે, તેને જાદો કી બતાવી શકાય તેમ જીવને
શરીરથી જાદો ન બતાવી શકાય.
(૮) અરણીમાં અગ્નિ છે, તે જાદો કરી બતાવી શકાય પણ જીવને
શરીરથી જુદો કરી ન બતાવી શકાય. તેથી જે કહે છે કે શરીર
15