________________
૬૪૭. તે રાજા પરિષદ ભરે છે. તેમાં સમાજના જાણીતા પુરૂષો આવે છે. જેમ
કેઃ- ઉગ્ર અને ઉગ્ર પુત્રો, ભોગ અને ભોગ પુત્રો, ઈક્ષવાંકુ અને તેના પુત્રો, શાતા અને તેના પુત્રો, કોરવો અને તેના પુત્રો, ભટ્ટ અને તેના પુત્રો, બ્રાહ્મણ અને તેના પુત્રો, લચ્છવી અને તેના પુત્રો, પ્રશસ્થ અને તેના પુત્રો, સેનાપતિ અને તેના પુત્રો. આમાંથી કોઈ શ્રદ્ધા પામે છે. શ્રમણ માહણો સ્વેચ્છાએ ત્યાં આવેલા હોઈ તે અન્યતરે ધર્મ પ્રવચન કરે છે. અમે આ ધર્મમાં જ્ઞાની છીએ. તે જાણો, આ ધર્મ ભયથી તારે છે તે જાણી લો
૬૪૮. તે છે “જે શરીર તે જ જીવ' પંથનો પ્રવાદક, તે કહે છે:- પગનાં
તળિયાંથી, ઉચે માથાના વાળના મૂળિયાં સુધી, તેની નીચે અને આવા બાજા ચામડીની સપાટી સુધી જે શરીર છે, એ જ જીવ છે. આમાં જ આત્મા, સર્વ પર્યાયોયુક્ત સમાય છે. તેથી આમ જ જીવ જીવે છે. જ્યારે તે મરે ત્યારે તે મરે છે, શરીર જાય એટલે તે પણ જાય. તેનો નાશ ન થાય ત્યારે તે ન જાય, ન જીવે. આમ શરીર જાય ત્યારે તે પણ જાય. આમ છે આ જીવન! જ્યારે તેને બાળે, ત્યારે બળી ગયેલાં શરીરના ભૂરા રંગનાં હાડકાં રહે છે. ત્યારે તે મૃતદેહને ઊંચકનારા પાંચ પુરૂષો, ફક્ત તેનો ખાટલો લઈ ગામે પાછા ફરે છે. તેથી શરીર જાય ત્યારે આત્મા નથી હોતો.
૬૪૯. તમે શાસ્ત્રથી જે જાણો છો તે વિષે - જીવ અન્ય છે તેમ શરીર પણ અન્ય
છે. ત્યારે તે જવાબ ન આપે કે - જીવ લાંબો છે કે ટૂંકો છે? તે ગોળ છે કે કુંડાળા જેવો છે? ત્રિકોણી છે કે ચોરસ છે? ષટ્કોણ છે કે આઠ ખૂણાવાળો છે? કે વિસ્તારવાળો છે? તે કાળો છે કે નીલ વર્ણનો? રાતો છે કે પીળો છે કે ધોળા રંગનો છે? તે સુગંધી છે કે દુર્ગધી છે? તે તીખો છે કે કડવો છે? કે બરછટ છે? તે મધુર છે, કઠોર છે કે સુંવાળો છે? તે ભારે છે કે હલકો છે? તે ઠંડો છે કે ગરમ છે? તે સ્નિગ્ધ છે કે લંખો છે? તે શરીર વગરનો છે કે અસ્તિત્વ વિનાનો?
3
-