________________
૬૪૬. પૂર્વકાળથી આ લોકમાં, પોતપોતાના કર્માનુસાર માણસો જન્મે છે. તેઓ
કોઈ આર્ય વર્ગના, અનાર્ય વર્ગના, ઉચ્ચ ગોત્રના, નીચા ગોત્રના, કોઈ સરખી કાયાવાળા તો કોઈ નાની કાયાવાળા થાય છે. કોઈ સારા વર્ણના તો કોઈ ખરાબ વર્ણના પણ હોય છે. કોઇ દેખાવડા તો કોઇ કદરૂપા હોય
આમાંથીજ કોઈ મહાન પુરૂષ રાજા થાય છે, તે ઘણો મજબૂત અને મહાન, મલય, મંદર, મહેંદ્ર પર્વતોની જેમ શક્તિશાળી હોય છે. તે શુદ્ધ રાજ કુળમાં જન્મે છે, રાજલક્ષણોથી યુક્ત હોય છે, તે સર્વ ગુણોથી સંપન્ન છે. બહુજનો વડે પૂજાય છે. સર્વ ગુણવાલો, ક્ષત્રિય, પ્રસન્ન ચિત્તવાળો, શુદ્ધ રીતે-અભિષેક કરાયેલો, માતા પિતા વડે સારી રીતે ઉછરાયેલો, કરૂણાયુક્ત, તે સીમા બાંધે છે, રમે છે, તે માણસોની કાળજી લે છે. તે મનુષ્યમાં ઇંદ્રસમાન, જનપદનો પિતા અને પુરોહિત, સેતુ અને કેતુ કરે છે, તે નરશ્રેષ્ઠ, નઅવર, નરસિંહ, દુશ્મનો માટે ઝેરી સાપ જેવો, શ્રેષ્ઠ કમળ જેવો, શ્રેષ્ઠ હાથી સમાન, થાય છે. તેને અડધું ધન દાનમાં આપ્યું છે, તે વિપુલ રાજભવનો, શયનો, આસનો, પાલખીઓ, વાહનો ધરાવે છે. તેની પાસે ઘણી જાતનું વિત્ત, ધાન્યાદિ હોય છે. તે અનેક જાતના યોગ યોજે છે અને કરાવે છે. તેના રસોડાં મોટાં, વિવિધ જાતની ખાવાપીવાની વાનગીઓથી ભરેલાં, ઉઘાડાં હોય છે. તેને ત્યાં ઘણાએ દાસદાસીઓ, ગાયો, ભેંસો, ગોવાળિયો હોય છે, તેના ખજાના અને શસ્ત્રાગાર પરિપૂર્ણ ભરેલાં હોય છે. તે બળવાન હોવા છતાં દુર્બળોનો મિત્ર હોય છે. તે વિરોધીઓનો અને શત્રુઓનો નાશ કરે છે. તેમને હણે છે, છેદે છે, ભેદ છે, મલીન કરે છે. તે સર્વ શત્રુઓનો સમૂળગો નાશ કરે છે, તેમને પરાજીત કરે છે, પાછા હઠાવે છે. તેના રાજમાં દુકાળ, મહામારી હોતાં નથી તેથી તે પ્રજાને સંકટમુક્ત કરે
તે રાજવÍ, લડાઈના ઢલનો આવાજ બંધ કરે છે અને અશ્વના પગલાથી ધૂળ હવામાં ન ઊડે તેમ શાંતિ કરે છે. તેનું રાજ વૈભવયુક્ત હોય છે.
-
11