________________
૬૪૦. હવે બીજો પુરૂષ આવ્યો. આ માણસ દક્ષિણ દિશાથી આવે છે. તે
પુષ્કરિણીના તીરે ઊભો રહી જોવે છે, ત્યાં એક સહુથી શ્રેષ્ઠ શ્વેત કમળ, પૂર્વેની જગ્યાએ જ ઊગેલું અને એક માણસ તે પુષ્કરિણીના તીરેથી અંતરે, શ્વેત શ્રેષ્ઠ કમળ મેળવ્યા વિનાનો, દુઃખી થયેલો દેખાયો. તે ત્યાં કાદવમાં ખેંચી ગયેલો હતો તેને કોઈની મદદ માંગી નહોતી. ત્યાં આ બીજો પુરૂષ બોલ્યો:- આ પુરૂષ, જાણકાર નથી, કુશળ પંડિત નથી, વિવેકી પણ નથી, બુદ્ધિમાન પણ નથી, કે તે માર્ગને પણ જાણતો નથી, તેને માર્ગ સુધી પહોંચવાની માહિતી નથી. તેથી આ માણસ જેમ માને છે, તેમ તે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ મેળવી ન શકે. હવે આ બીજો પુરૂષ, તે પુષ્કરિણીમાં ઊતર્યો, પોતાને જાણકાર અને કુશળ પંડિત માનતો, માર્ગની ગતિ જાણતો અને કહેતો કે તે, તે શ્વેત કમળને ચૂંટી કાઢશે. તે જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ તે બહુજ પાણી અને કાદવમાં જઈ ખૂંચી પડ્યો. તેણે કોઈને બોલાવ્યા નહિ કે મદદ માંગી નહિ, ત્યાં અંતરેજ તે શ્રેષ્ઠ કમળ મેળવ્યા વિના, દુઃખી થઈ ગયો.
૬૪૧. હવે ત્રીજો પુરૂષ આવ્યો. આ માણસ પશ્ચિમ દિશાથી ત્યાં આવ્યો,
પુષ્કરિણીના તીરે ઊભો રહ્યો અને જોયું કે - ત્યાં સહુથી શ્રેષ્ઠ શ્વેત કમળ અને બે પુરૂષો અધ વચ્ચે ખેંચી ગયેલાં અને મદદ માંગ્યા વિના દુ:ખી થઈ બેસી ગયેલાં જોયા. ત્યારે તે પુરૂષ કહે છે - આ બન્ને પુરૂષ માર્ગના જાણકાર નથી, તે માર્ગની ગતિ પણ જાણે નહીં. જ્યાં સુધી આ પુરૂષો પોતાને જાણકાર માને છે, ત્યાં સુધી તે, તે પુષ્કરિણીમાંનું સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ નહિ મેળવી શકે.
5