________________
નમ્ર નિવેદન ખંભાત સંપ્રદાયના પૂ. બા.બ્ર. પ્રખર વ્યાખ્યાતા, શાસનદીપિકા વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી જેમની વિતરાગવાણીમાં એવી અનેખી તેજસ્વીતા અને ઓજસભર્યા છે અને જેમના નેણમાં અને વેણમાં પ્રેમ, મૈત્રી અને કરૂણાના એવા ઝરણું વહે છે કે ગમે તે પતિત માણસ પણ પાવન બની જાય, સંસારના કાદવ અને કીચડમાં ખેંચેલો હોય તો બહાર નીકળી જાય, અજ્ઞાનના અંધકારમાં અટવાત હોય તે નવા પ્રકાશને પામે, ભાન ભૂલેલે હોય તે સમજણમાં આવી જાય, પથ્થર જેવો હોય તો પણ પીગળી જાય.
સ્વાભાવિક છે કે જ્યારે હૃદયમાં નિર્મળતા હોય, સરળતા, પવિત્રતા અને બિનસાંપ્રદાયિકતા ભરી હોય ત્યારે આવી ઈશ્વરી તાકાત સહજ હોય જ અને એજ સાચા સંતની પ્રતિતી છે, કારણ સંતના દર્શનથી ભાવના બદલાય છે અને સંતોના સ્પર્શથી બુદ્ધિ બદલાય છે અને તેના સમાગમથી જીવન બદલાય છે.
પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી કાંદાવાડી ધર્મસ્થાનકમાં ૨૦૨–ા ચાતુર્માસ માટે પધાર્યા અને માત્ર બૃહદ મુંબઈમાં નહિ પણ સારાએ ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યો, ખંભાત સંપ્રદાયને, ભગવાન મહાવીરનો અને શાસનનો જયજયકાર કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સહધમી વાત્સલ્યતાની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યામાં ઉપથી કાઈ સુધીમાં સંખ્યા ૫૦૦ ઉપર પહોંચી અને સારી સંખ્યામાં આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ પણ થયા. ચાતુર્માસ દરમિયાન કાંદાવાડી રાજગૃહી નગરી હોય અને રાજગૃહી નગરીના શ્રાવકે અને શ્રાવિકાઓ જેમ સાત “વવા” વિનય, વિદ્યા વિવેક, વિચાર, વાણી, વર્તન અને વિજયથી શોભતા હતા.
સતીજીના ચાતુર્માસ વિહાર પ્રસંગે પણ કાંદાવાડીના ઇતિહાસમાં અપૂર્વ માનવ સમુદાય ઉમટયો હતો. લગભગ ૫૦૦૦ (પાંચ હજાર) ભાઈ બહેને હાજર હતા અને બધા ઠેઠ વાલકેશ્વર કોઠારી હોલ સુધી સાથે જ રહ્યા હતા.
આ બધે પ્રતાપ સતીજીની વિતરાગવાનો છે અને ચાતુર્માસ દરમિયાન જે વિતરાગવાણી તેમના શ્રીમુખેથી નીકળી તે પ્રવચનોના પુસ્તકનું પ્રકાશન પણ સારાએ ભારતમાં એક ઐતિહાસિક પ્રસંગ બનશે. ૨૦૩૦ના કરતક સુદ પુનમને દિવસે સતીજીના પ્રવચન પુરા થયા અને માગશર સુદ પુનમને દિવસે ચાતુમાસના પ્રવચનનું ૧૦૨૬ પાનાનું પુસ્તક “શારદા સરિતા” અમે સમાજ પાસે મુકી શક્યા. સામાન્ય રીતે ચાતુર્માસના પ્રવચનના પુસ્તકનું પ્રકાશન ચાતુર્માસ પૂર્ણ થયા પછી લગભગ છ-આઠ મહિને અને કોઈ કોઈ વખતે બાર મહિને બહાર પડે છે. જ્યારે ચાતુમાસ પૂર્ણ થયા પછી માત્ર એક જ મહિનામાં “શારદા સરિતા ” ૧૦૨૬ પાનાનું પુસ્તક કાંદાવાડી સંઘ બહાર પાડે છે તે પણ સતીજીના પૂન્યને, પ્રતીભાને, સરળતા અને નિર્મળતાનો પ્રભાવ છે.
શારદા સરિતા ની ૩૦૦૦ નકલ છપાવવાનું નકકી કર્યું હતું પણ અમારી પાસે લગભગ ૩૪૦૦ પુસ્તક માટેના નામ, પુસ્તક તૈયાર થાય તે પહેલા જ આવી ગયા જે જનતાનો સતીજીના પ્રવચન માટેનો પ્રેમ અને ભકિત બતાવે છે. જેમણે અગાઉથી પુતકે લખાવેલ છે તેમના નામની યાદી આ પુસ્તકમાં આપેલ છે. અમો સર્વનો સંદર સહકાર આપવા માટે હાર્દિક આભાર માનીએ છીએ.