Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
થયા. તો મકરંદભાઈના પણ પૂરા ચૌદ પત્રો મારી સામેની સામગ્રીમાં ગેરહાજર હતા. એ પત્રો વિના જ, ૧૪૬ પત્રોના સંચય રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવાની અમારી ગણતરી હતી. ફાઇનલ પ્રૂફ ઓર્ડરમાં જવાની તૈયારીમાં હતું, અને તે જ વખતે એક ઘટના બની. ‘ઇમેજ’ પ્રકાશન તરફથી, અપ્રત્યાશિત રૂપે, એક પેકેટ મને મળ્યું. તે ખોલ્યું તો તેમાં મકરંદભાઈના જે ચૌદ પત્રો ખૂટતા હતા તે ચૌદે ચૌદ પત્રોની ઝેરોક્સ નકલ ! અતિપતિાનિ પતિ તે આનું જ નામ ?
એ પત્રો આ સંચયમાં ઉમેરતાં હવે આ પ્રકાશન ૧૬૦ પત્રોનું થાય છે. આ ચૌદ પત્રો સંપ્રાપ્ત કરાવી આપવા બદલ ‘ઇમેજ' પ્રકાશનના સહુ કોઈનો ઋણસ્વીકાર ધન્યવાદની લાગણી સાથે કરવો ઉચિત સમજું છું.
સામાન્ય રીતે પ્રેસનું કામ તૈયાર પ્રેસકોપીને કંપોઝ ફરી છાપી આપવાનું ગણાય. પરંતુ ક્રિષ્ના ગ્રાફિક્સવાળા હરજીભાઈ તથા કિરીટભાઈને મેં આ વખતે જરા કપરી કામગીરી સોંપી : બેય પત્રલેખકોના વિલક્ષણ મરોડ તથા અક્ષરોને ઉકેલીને પત્રો પરથી જ મેટર કંપોઝ કરવાની કામગીરી. આ કામગીરી તેમણે રૂડી પેરે નિભાવી છે, અને પછી પણ મહિનાઓ સુધી વારંવાર પ્રૂફ કાઢવા- સુધારવાનું કામ ચાલ્યા જ કર્યું, તે પણ તેમણે કંટાળ્યા વિના કરી આપ્યું છે, તે બદલ તેમને પણ ધન્યવાદ ઘટે છે. આમ છતાં, આ સંપાદનમાં દૃષ્ટિકોણ કે મુદ્રણદોષ નહિ જ રહ્યા હોય તેવો દાવો ન જ કરી શકાય. એટલે આવા કોઈ દોષ નજરે ચડે તો તે સુધારીને વાંચવા સૌને અનુરોધ છે.
૩-૧૦-૨૦૦૨
Jain Education International
21
For Private & Personal Use Only
-શીલચન્દ્રવિજય
www.jainelibrary.org