________________
૧૫
ઘટાદિપદાર્થમાં રહેલા મૃયત્વ વગેરે તે તે અર્થક્રિયાકારિ ધર્મ એટલે અર્થપર્યાય. વ્યંજનપર્યાય અને અર્થપર્યાય વચ્ચેના અનેક તફાવતો દર્શાવી બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. અને તે પછી વ્યંજનપર્યાયમાં બે જ ભંગ કેવી રીતે સંભવે તે યુક્તિપુરસ્કર સિદ્ધ કર્યું.
વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના સમ્મતિતર્કવૃત્તિ વગેરેમાં નિર્દિષ્ટ અર્થથી અહીં કરેલો અર્થ તદ્દન જુદો પડે છે. પણ, આ અર્થને તટસ્થ યુક્તિનું પૂરું સમર્થન છે. વળી, વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના અહીં જણાવેલા અર્થથી સમ્મતિતર્કમાં દર્શાવેલા બે અને સાત ભંગ પણ સંગત થાય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે દ્રવ્ય-ગુણ પર્યાયના રાસની ચોથી ઢાળના ટબામાં વ્યંજનપર્યાયનો અર્થ આપ્યો છે તેનાથી પણ આ વિચારણાને એક પીઠબળ મળે છે.
અલબત્ત, વ્યંજનપર્યાય અને અર્થપર્યાય અંગે આ ગ્રન્થમાં થયેલી વિચારણા અપૂર્વ અને અભિનવ છે. અન્ય શાસ્ત્રોમાં આ પ્રકારનો વિમર્શ જોવા નહિ મળે. પરંતુ, તેટલા માત્રથી આવી અનુપ્રેક્ષાને પૂર્વગ્રહની દૃષ્ટિથી જોવાનું પ્રાજ્ઞ પુરુષો કરતા નથી. યુક્તિની એરણ ઉપ૨ તે યથાર્થ રૂપે ઉત્તીર્ણ થાય તો આવા અભિનવ નિષ્કર્ષો પણ સ્વીકાર્ય અને આદરણીય બને છે. પૂજ્યપાદ આ. દે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી રચિત બત્રીસ બત્રીસીની છઠ્ઠી બત્રીસીની આઠમી ગાથા તેની ગવાહી પૂરે છે :
यदेव किञ्चिद्विषमप्रकल्पितं पुरातनैरुक्तमिति प्रशस्यते । सुनिश्चिताप्यद्यमनुष्यवाक्कृतिर्न पठ्यते यत् स्मृतिमोह एव स ।।
જૂનું એટલું સોનું આ લોકોક્તિ એ સર્વાંગ સત્ય નથી. નવું પણ સોનું હોઈ શકે. ગ્રન્થકારે છેલ્લી ગાથામાં આ અભિનવ સુવર્ણની પોતાની શાસ્ત્રપરિકર્મિત મનિષિકાની કષપટ્ટીકા પર પરીક્ષા કરવા વિનમ્ર વિનંતી કરી છે.
-
ગ્રન્થના પ્રથમ શ્લોકમાં સપ્તભંગીનો બોધિશુદ્ધિના અકસીર સાધન તરીકે પરિચય આપ્યો છે. સર્વજ્ઞ પ્રરૂપિત સપ્તભંગીનો સિદ્ધાન્ત તો બોધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org