________________
सप्तत्वसंख्यानियमः
प्रश्नानां सप्तभेदत्वाद् भङ्गानां हि तथात्वकम् । न्यूनत्वं चाधिकत्वं न कदाचित्कुत्रचिद् भवेत् ॥ ३ ॥ तथात्वकमिति सप्तभेदत्वमित्यर्थः । शेषं सुगमम् ।
ननु षडादिविधत्वेऽष्टादिविधत्वे वा दोषाभावादेव सप्तविधत्वनियमस्याभाव इति चेद् ? न तत्र दोषाभावस्यासिद्धत्वात् । तथाहि - षड्विधत्वे जिज्ञासानां तदुत्तराणामपि षड्विधत्वमेव । तथा च कदाचित्कस्यचित् तादृक् प्रश्न उत्तिष्ठति यस्य षड्भङ्गीगतेन नैकेनाप्युत्तरेण समाधानं शक्यसम्भवं स्यात् । ततश्च सप्तमस्योत्तरप्रकारस्यावश्यकत्वमेव, अन्यथा तद्विषयिण्या जिज्ञासाया अतृप्तत्वेन निराकाङ्क्षप्रतिपत्त्यभावादिति षड्भङ्गीत्वे न्यूनत्वमेव दोषः स्यात् । अष्टभङ्गीत्वे तु निरर्थकं गौरवमेव दोषः, सर्वदा सर्वत्र सर्वस्योत्तिष्ठत्या जिज्ञासायाः समाधानप्रकारस्य सप्तभङ्गयामेवान्तर्भूतत्वात् । यस्यास्तृप्त्यर्थं सप्तभङ्गीबहिर्भूतः कोऽप्युत्तरप्रकार आवश्यकः स्यात्
ગાથાર્થ : પ્રશ્નો સાત પ્રકારના હોવાથી ભંગ પણ સાત જ હોય છે. આમાં ઓછાવત્તા-પણું ક્યારેય પણ ક્યાંય પણ સંભવતું નથી.
વિવરણ : જિજ્ઞાસાઓ સાત પ્રકારની જ જાગે છે... જાગી શકે છે. એના કરતાં વધારે પ્રકારની નહીં...માટે સાતથી વધારે ભંગ (અષ્ટભંગી વગેરે) સંભવિત નથી. વળી, સ્વરૂપના સંપૂર્ણ સ્પષ્ટીકરણ માટે સાતે જવાબ આવશ્યક છે જ. એનાથી ઓછા - ચાર-પાંચ-છ વગેરે પ્રશ્નો હોય અને માત્ર એનાં ઉત્તરો આપવામાં આવે તો સ્પષ્ટીકરણ અધૂરું રહે છે.. અને તેથી પછી વળી ક્યારેક-કોઈકને એવી જિજ્ઞાસા સંભવી શકે છે કે જેનો ઉત્તર આ આપવામાં આવેલા ચારપાંચ-છ ઉત્તરોમાં સમાવિષ્ટ ન હોવાથી વધારાનો ઉત્તર આપવો આવશ્યક બને છે. પણ આ સાત પ્રકારના ઉત્તર આપી દ્યો... એટલે આ અંગેની ત્રણે કાળમાં કે સર્વક્ષેત્રમાં કોઈપણ જિજ્ઞાસુને ઊઠતી કોઈપણ જિજ્ઞાસાનો જવાબ એમાં આવી જ ગયો હોય છે. હવે નવો કોઈ જવાબ આપવાનો રહેતો નથી. માટે સપ્તભંગી જ છે. અષ્ટભંગી વગેરે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org