________________
१२६
श्रीसप्तभङ्गीविंशिका-१९ सम्भवन्तीति निश्चयार्थमर्थपर्याये कथं ते सम्भवन्तीति प्रथमं विचारणीयम् । तच्च प्राक् प्रायो विचारितमेव । तेन विचारेण च यो बोधविशेषो जायते तल्लेशश्चायम् - यदि प्रज्ञापको नयविशारदः शिष्योऽपि नयानां सम्यग् विनियोजनप्रतिभावान्, तर्खेव नयैः सूक्ष्मविचारणा कर्तव्येति शास्त्रेषूक्तम् । तथाहि
नत्थि नएहिं विहूणं सुत्तं, अत्थो य जिणमओ किंचि ।
आसज्ज उ सोआरं नए नयविसारओ बूया ॥ वि. आ. भा. २२७७।। त्ति । ननु किमर्थमेवमुक्तमिति चेद् ? अन्यथाऽपरिणामाऽतिपरिणामादिदोषसम्भवाद् । यथा नयविचारणार्थं सूक्ष्मबुद्धिरपेक्षिता तथैव सप्तभङ्गीविचारणार्थमपि ज्ञानावरणीयकर्मणः क्षयोपशमजन्या सूक्ष्मबुद्धिरपेक्षितैव, अन्यथा केवलं सूत्रपाठः स्यात्, न तु रहस्यार्थबोधस्ततश्च विपरीतबोध-विपरीतनिरूपणादिदोषा अपि सम्भवेयुः । अतः सप्तभङ्गीसंलग्नप्रश्नानामुत्थापकस्य शिष्यादेर्मेधावित्वमवश्यं मन्तव्यम् । અર્થપર્યાયના ત્રીજા વગેરે ભંગનો વિચાર જરૂરી છે. આ વિચાર કરતાં કેટલીક વાતો ખ્યાલમાં આવે છે તે નીચે મુજબ છે.
(૧) નયવિશારદ ગુરુભગવંત હોય. ને શિષ્ય પણ નયોનું યથાયોગ્ય વિનિયોજન કરવાની પ્રતિભા ધરાવતો હોય. તો જ સૂક્ષ્મ રીતે નયો દ્વારા વિચારણા કરવી જોઈએ. આમ શાસ્ત્રમાં કહ્યું છે. કારણકે નહીંતર અપરિણામ-અતિપરિણામ વગેરે દોષો થવાની સંભાવના ઊભી થાય છે. જેમ નયોથી વિચારણા સૂક્ષ્મબુદ્ધિ માગે છે. એમ, સપ્તભંગીની વિચારણા પણ સૂક્ષ્મબુદ્ધિની-જ્ઞાનાવરણ કર્મના વિશેષ પ્રકારના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. નહીંતર સાત ભંગોનો માત્ર પોપટપાઠ જેવું થાય.. એના સૂક્ષ્મ રહસ્ય જાણવામાં આવતા નથી. ને તેથી વિપરીતબોધ-વિપરીત પ્રરૂપણા-વિપરીત વિવેચન બધાં જ દોષોની સંભાવના ઊભી થાય છે. એટલે પહેલી શરત આ સ્વીકારવા જેવી છે કે સપ્તભંગીના સંલગ્ન પ્રશ્નો-જિજ્ઞાસા ઊઠાવનાર શિષ્ય વગેરે પણ મેધાવી छ, बुद्धि-मस्यबुद्धि नथी.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org