________________
प्रशस्तिः
प्रशस्तिः
वीरसुधर्ममूला या चाद्ययावदखण्डिता ।
तामुपकारिणीं वन्दे तपोगच्छपरम्पराम् ।। १ ।। तत्र च,
भुवनभानुसूरीशं गुरुप्रेमहृदिस्थितम् । तपस्त्यागक्रियाशीलं वन्दे न्यायविशारदम् ।। २ ।।
'परमतेज 'मुख्यानां ग्रन्थानां ग्रथिता महान् । दाताऽऽद्यो वाचनाया यः शिबिरे प्रेरकस्तथा ।। ३ । ।युग्मम् ॥
..
अयम्भावः- स्मारितचतुर्थारकसंयमैः सुविशुद्धब्रह्मचर्यगुणधारकैः कर्मसाहित्यनिष्णातैः स्वगुरुसकलागमरहस्यवेदिश्रीविजयदानसूरिप्रदत्तसिद्धान्तमहोदधिपदैः श्रीमद्भिः विजयप्रेमसूरीश्वरैः स्वकीयानां नैकेषु व्याख्यानवाचस्पतिषु शिष्येषु सत्स्वपि भानुविजयाख्यः ( सूरिपदानन्तरं
१४७
ચરમશાસનપતિશ્રી વીરપ્રભુ અને પંચમગણધર શ્રી સુધર્માસ્વામી જેનું મૂળ છે, અને આજ સુધી જે અખંડપણે (નામાંતરધારણ કરીને) ચાલી આવેલી છે તે ઉપકારિણી શ્રી તપાગચ્છપરંપરાને વંદન કરું છું. ॥ ૧ ॥ અને તે પરંપરામાં, પ્રભુવીરની ૭૬ મી પાટને શોભાવનારા શ્રી વિજયપ્રેમસૂરિ મહારાજ થયા. આ ગુરુભગવંતના હૃદયમાં સુંદર સ્થાન પામનારા, તપ-ત્યાગ અને અપ્રમત્ત સંયમક્રિયાઓ જેમનો સ્વભાવ બની ગયાં છે એવા, ન્યાયવિશારદ શ્રી વિજય ભુવનભાનુસૂરીશને હું વંદન કરું છું. ॥ ૨॥ જેઓ (શ્રી વિજય ભુવનભાનુસૂરિ મહારાજ) પરમતેજ વગેરે ગ્રન્થોના મહાન્ ગ્રન્થકાર હતા તથા શિબિરના આદ્ય પ્રેરક અને વાચનાદાતા હતા. || ૩ || આ આશય છે જેમનું સંયમ ચોથાઆરાના સંયમને યાદ કરાવનાર હતું, જેઓ સુવિશુદ્ધ બ્રહ્મચારી હતા, સ્વગુરુ સકલાગમરહસ્યવેદી શ્રી વિજય દાનસૂરિ મહારાજે જેમને ‘સિદ્ધાન્તમહોદધિ’ પદવીથી અલંકૃત કર્યા હતા એવા કર્યસાહિત્યનિષ્ણાત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે, પોતાના વ્યાખ્યાનવાચસ્પતિ અનેક શિષ્યોમાંથી શ્રી ભાનુવિજય નામના (આચાર્ય પદવી થયા પછી શ્રીવિજય
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org