Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ १४६ श्रीसप्तभङ्गीविंशिका - २० कृता तदनुसृत्येदं विवरणं विवृतं वर्तते । ततश्चात्र प्ररूपणायां स्वकल्पनाशिल्पमात्रनिर्मितत्वाभावेऽप्यपूर्वप्रायत्वप्रतीतिर्नासम्भविन्यपि तु प्रायः सम्भविन्येव । अतः कारणात् छद्यस्थताप्रयुक्तस्खलनासम्भवकारणाच्च गीतार्थानां संशोधनप्रार्थना शोधयतेत्यादि ग्रन्थेन कृता ज्ञेया । तदनुसृत्य च स्याद्वादमंजर्यादिग्रन्थानां गूर्जरभाषानिबद्धविवरणकृद्भिः पंन्यासश्रीअजितशेखरविजयगणिवरैः, जैनतर्क भाषाविवरणकृद्भिर्मुनिश्रीउदयवल्लभविजयैः, व्याप्तिपञ्चकादिविवरणकृद्धिमुनिश्रीगुणहंसविजयैश्चैतस्य ग्रन्थस्य सावधानं संशोधनं कृतं मयि च बहूपकृतमिति मन्येऽहम् । अभयदान् जिनान् नमामीत्यनेनान्तिमं मङ्गलं स्वशिष्यादिपरम्परायामविच्छिन्नशास्त्रप्रवृत्त्यर्थं कृतमिति ज्ञेयमिति ॥ २० ॥ જ ભંગ સંભવે છે - આવું જે કહ્યું છે તેના અર્થના સ્પષ્ટીકરણ માટે અને આવું કેમ કહ્યું હશે? એનું કારણ શોધવા માટે જે અનુપ્રેક્ષા કરી એને અનુસરીને આ વિવરણ કર્યું છે. એટલે નામૂળ નિવ્યતે હ્રિશ્ચિત્ ન્યાયે આ અનુપ્રેક્ષા પણ નિર્મૂળ નથી જ. તેથી આ નિરૂપણમાં માત્ર સ્વકલ્પનાના ઘોડા દોડાવ્યા છે, એવું નથી જ. છતાં, પાઠકને ઘણું ઘણું નિરૂપણ સાવ અપૂર્વ જેવું જ લાગવાની પૂર્ણ સંભાવના છે જ. તેથી તથા છદ્મસ્થતાના કારણે સ્ખલનાઓ સંભવિત હોવાથી ગીતાર્થ મહાત્માઓને આનું સંશોધન કરવાની પ્રાર્થના કરી છે. મારી આ પ્રાર્થનાને ધ્યાનમાં લઈને સ્યાદ્વાદમંજરી વગેરેના વિવેચનકાર પં. શ્રી અજિતશેખરવિજયજી ગણિવર, જૈનતર્કભાષાના વિવેચનકાર મુ.શ્રી ઉદયવલ્લભવિજયજી, તથા વ્યાપ્તિપંચક વગેરેના વિવેચનકાર મુ.શ્રી ગુણહંસવિજયજીએ આ ગ્રંથનું સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કરીને મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. અંતમાં, અભયદાતાશ્રી જિનેશ્વરદેવોને નમસ્કાર જે કર્યા છે તે સ્વશિષ્ય વગેરે પરંપરામાં આ ગ્રંથની પઠનપાઠન પ્રવૃત્તિ ખૂબ ફેલાય એ માટેના અંતિમ મંગળરૂપ છે. રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180