________________
અવશિષ્ટ વાતો
अनभिलाप्यानामर्थपर्यायत्वेनाऽवचनगोचरापन्नानामित्यर्थः ।
અર્થ : જેની પ્રરૂપણા કરી શકાય એવા ભાવો પ્રશાપનીય (અભિલાપ્ય) ભાવો કહેવાય છે. એ વચનપર્યાયરૂપ હોવાથી શ્રુતજ્ઞાનનો વિષય બનતા હોય છે. આવા અભિલાપ્ય ભાવો, અર્થપર્યાયરૂપ હોવાથી જેઓ વચનના વિષય બનતા નથી એવા અનભિલાપ્ય ભાવો કરતાં અનંતમા ભાગે હોય છે.
१५३
આ અધિકાર પરથી સ્પષ્ટ છે કે અનભિલાપ્યભાવો વચનના વિષય હોતા નથી. તો તમે એ ભાવોમાં ‘અનભિલાપ્ય’પદવાચ્યત્વ હોવું જે કહ્યું છે તે ઉત્સૂત્ર નથી ?
સમાધાન : ના, કારણ કે એ ભાવોમાં ‘અનભિલાપ્યપદવાચ્યત્વ’ માન્યા વિના છૂટકો નથી. તે આ રીતે -
(૧) ‘અનભિલાપ્યભાવો અભિલાપ્યભાવો કરતાં અનંતગુણા હોય છે.’ આ વાસ્તવિકતાને આપણે મત્યાદિ પાંચ જ્ઞાનમાંથી કયા જ્ઞાનથી જાણી છે ? આ પ્રશ્નના જવાબમાં શ્રુતજ્ઞાનથી જાણી છે, આ જ કહેવું પડે છે. માટે, આ ભાવોને પણ સાભિલાપ તો માનવા જ પડે છે. કારણ કે શ્રુતજ્ઞાનનો જે વિષય હોય છે તે સાભિલાપ જ હોય છે.
(૨) ‘પટ વૃત્ત હોય છે' આવું વાક્ય કંબુગ્રીવાદિમાન્ પદાર્થને ઉદ્દેશીને વૃત્તત્વનું વિધાન કરી શકતું નથી, કારણ કે કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં પટ’પદવાચ્યતા નથી. એમ, અનભિલાપ્યભાવોમાં જો ‘અનભિલાપ્ય’ પદવાચ્યત્વ ન હોય તો ‘અનભિલાપ્યભાવો અભિલાષ્યભાવો કરતાં અનંતગુણ હોય છે.' આવું વાક્ય, અનભિલાપ્ય ભાવોને ઉદ્દેશીને અભિલાપ્યભાવો કરતાં અનંતગુણત્વ હોવાનું વિધાન કરી શકે નહીં. સપ્તભંગીવિંશિકા ગ્રન્થમાં અન્ય દલીલ પણ આપી છે.
(૩) પ્રસ્તુત શંકા : પણ જો આ રીતે ‘અનભિલાષ્ય' પદવાચ્યત્વ એ ભાવોમાં છે, તો વિ.આ.ભાષ્યના પ્રસ્તુત અધિકારમાં આ ભાવોને વચનના અવિષય તરીકે કેમ કહ્યા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org