________________
श्रीसप्तभङ्गीविंशिका - १९
संकेतमात्राधीना इत्यर्थपर्यायेभ्योऽत्यन्तविलक्षणा इति स्थितम् ।
न च व्यञ्जनपर्याया संकेतमात्रस्याधीनाः, न तु वस्तुस्वरूपस्येति यदुक्तं तदयुक्तं, नैगमादिनयैः प्रस्थकपदप्रयोगाय वस्तुस्वरूपापेक्षणात् । तथाहि - नैगमनयश्छिद्यमाने काष्ठेऽपि प्रस्थकपदवाच्यत्वं मन्यते, व्यवहारनयस्तु न तस्यामवस्थायामपि तु सञ्जातप्रस्थकाकारायामवस्थायां तन्मन्यते, उपरितनास्तु नया मीयमानधान्याद्यवस्थायां तत्स्वीकुर्वते । एवञ्च व्यञ्जनपर्यायाणामपि वस्तुस्वरूपापेक्षा सिद्धैवेति वाच्यम्, वस्तुस्वरूपपरिवर्तनं विनापि व्यञ्जनपर्यायपरिवर्तनस्य सम्भवात् । अयमाशयः - कीदृशे पदार्थे कः
१२४
ફાળો હોતો નથી, અને તેથી જ વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપના અંશરૂપે કહેવાતા નથી.
ટૂંકમાં, અર્થપર્યાયો વસ્તુસ્વરૂપને ઘડનારા છે, અસર કરનારા છે, વસ્તુસ્વરૂપના અંશભૂત છે, અને વસ્તુસ્વરૂપને આધીન છે. જ્યારે વ્યંજનપર્યાયો આવા નથી. ને માત્ર સંકેતને આધીન છે, માટે વ્યંજનપર્યાયો અર્થપર્યાયથી સાવ અલગ છે.
શંકા- વ્યંજનપર્યાયો માત્ર સંકેતને આધીન છે. વસ્તુસ્વરૂપને આધીન નથી. આવું તમે જે કહો છો તે બરાબર નથી. જેમકે નૈગમનય, પ્રસ્થક માટે છેદાતા લાકડામાં પણ પ્રસ્થકપદવાચ્યતા માને છે. વ્યવહારનય એમાં નથી માનતો... પણ પ્રસ્થક તૈયાર થઈ જાય-પ્રસ્થકાકાર ધારણ થાય ત્યારે માને છે. જ્યારે એની પણ ઉપરના નયો ધાન્ય મપાતું હોય વગેરે અવસ્થામાં માને છે. આમ વસ્તુના સ્વરૂપને નજરમાં લેવામાં આવે જ છે ને... એ વગર ક્યાં પ્રસ્થકપદવાચ્યતા મનાય છે?
સમાધાન- તે તે નયોએ, કેવા પદાર્થમાં કયો સંકેત કરવો એ માટે પોતપોતાની દૃષ્ટિ નક્કી કરી છે. ને એટલે તે તે સંકેત કરવા માટે વસ્તુનું અમુક ચોક્કસ સ્વરૂપ થયું છે કે નહીં? તે તેઓ જુએ છે. જેમકે એવંભૂત નય કહે છે કે ઘટના-ખભાદરણાત્ ઘટ: જે જળાહરણ કરતો હોય એમાં ‘ઘટ’પદવાચ્યતા છે. આમાં ઘટન=જળાહરણ આવો જે સંકેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org